Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

બેડીપરા વિસ્તારમાં ૧૦ વર્ષના બાળકને ગુદ્દાના ભાગે ઇજાઃ અજુગતું થયાની શંકા

ત્રણ ટેણીયા નદીમાં લઇ ગયા બાદ લોહી નીકળતી હાલતમાં મળતાં સારવાર લીધી

રાજકોટ તા. ૨૩: શહેરના બેડીપરા વિસ્તારમાં રહેતાં ૧૦ વર્ષના બાળકને તે સાંજે ઘરેથી રમવા ગયા બાદ અડધો કલાક સુધી પાછો ન આવતાં માતા નદી વિસ્તારમાં શોધવા જતાં તે બીજા ત્રણ ટાબરીયા સાથે મળ્યો હતો અને ચીસો પાડતો હતો. માતાએ તપાસ કરતાં તેને ગુદ્દાના ભાગે લોહી નીકળતાં હોઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બાળકને સારવાર માટે કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવતાં તબિબે એમએલસી કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. જો કે આ મામલે ફરિયાદ નોંધાવવાનું ટાળવામાં આવ્યું હતું. બાળક સાથે બીજા એક તરૂણે બળજબરી કર્યાની વાત તેણે માતાને કહી હતી. આ કારણે તેને લોહી નીકળવા માંડ્યાનું પણ બાળકે કહ્યું હતું. જો કે આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી. બાળકને સારવાર બાદ રજા અપાઇ હતી.

(3:14 pm IST)