Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

મવડી પ્લોટના તમામ જવેલર્સ સજ્જડ બંધ: હોલમાર્ક યુનિક આઇડીના કાયદાનો વિરોધ

રાજકોટ : સોનાના દાગીનામાં હોલમાર્ક યુનિક આઇડીના વિરોધમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રની સોની બજારમાં એક દિવસની પ્રતીક હડતાલમાં જોડાઈ છે રાજકોટ શહેરની સોની બજાર પેલેસ રોડના જવેલર્સ વેપારીઓ અને કારીગરોએ સજ્જડ બંધ પાળ્યું છે ત્યારે શહેરની જાણીતી મવડીપ્લોટના જવેલર્સ પણ બંધમાં જોડાયા હતા અને એચયુઆઈડીનો વિરોધ કર્યો હતો HUID કાયદાનાં વિરોધમાં સમગ્ર ભારતમાં જ્વેલર્સ એસોસિયેશન બંધનું એલાન જાહેર કરેલ છે .તેના સહયોગ માં રાજકોટ મવડી ગોલ્ડ ડીલર એસોસિયેશન નાં સમગ્ર જ્વેલર્સ સજ્જડ બંધ માં જોડાયેલ હતા 

(2:02 pm IST)