Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

ગુંદા પાસેથી ક્રાઇમ બ્રાંચે ૫.૧૬ લાખનો દારૂ પકડ્યોઃ રીઢા બુટલેગર નાગદાનનું નામ ખુલતાં શોધખોળ

અમદાવાદ નરોડાના ટ્રકચાલક દિનેશ મેઘવાળને પકડી કુલ ૮.૬૬ લાખનો મુદ્દામાલ પીએસઆઇ પી. બી. જેબલીયા અને ટીમે કબ્જે કર્યોઃ ઇરફાનનું પણ નામ ખુલતાં શોધખોળ

રાજકોટ તા. ૨૩: કુવાડવા હાઇવે પર ગુંદા ગામના પાટીયા પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે રૂ. ૫,૧૬,૦૦૦નો દારૂનો જથ્થો ભરેલા જીજે૦૧સીવાય-૫૮૯૭ નંબરના ટાટા-૪૦૭ ટ્રક સાથે અમદાવાદ નરોડા ન્યુ જીવડ-૯ રેવાભાઇના ભઠ્ઠા પાસે રહેતાં દિનેશ મોહનભાઇ મેઘવાળ (ઉ.૩૬)ને      પકડી લઇ દારૂ, ટ્રક મળી કુલ રૂ. ૮,૬૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ કુખ્યાત બુટલેગરની છાપ ધરાવતાં નાગદાન ગઢવી અને ઇરફાને મંગાવ્યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, હિરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, દિપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, જગદીશભાઇ વાંક, જયપાલસિંહ ઝાલા અને કિરતસિંહ ઝાલાની ટીમે આ કામગીરી સંજયભાઇ, જગદીશભાઇ, ઉમેશભાઇ અને કિરતસિંહની બાતમી પરથી કરી હતી.

દારૂ રાજકોટ કે સોૈરાષ્ટ્રમાં કોને આપવાનો હતો? તે અંગે પકડાયેલા દિનેશે પોતે અજાણ હોવાનું કહ્યું હતું. બુટલેગર નાગદાન અને ઇરફાન ઝડપાયા બાદ વધુ વિગતો ખુલશે.

(1:31 pm IST)