Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

ચોકીધાણીના માલિક તથા લોહાણા મહાજનના પૂર્વ ઓડીટર ભુપેન્દ્રભાઈ ખખ્ખરનું દુઃખદ અવસાન

શ્રીનાથજીની ઝાંખી'ના આયોજનથી ભારે ચાહના મેળવનાર : છેલ્લા એકાદ વર્ષથી નાની - મોટી બિમારીઓથી ઘેરાયેલા રહેતા હતા

રાજકોટ : રાજકોટ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં 'શ્રીનાથજીની ઝાંખી' ના આયોજનને કારણે અપાર લોકચાહના મેળવનાર, પ્રખ્યાત રીસોર્ટ ચોકીધાણીના માલિક તથા રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ ઈન્ટરનલ ઓડીટર ભુપેન્દ્રભાઈ ખખ્ખરનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. જાણવા મળતી માહિતી મુજબ લગભગ છેલ્લા એકાદ વર્ષથી સ્વર્ગીય ભુપેન્દ્રભાઈ કિડની સહિતની નાની - મોટી બિમારીઓથી ઘેરાયેલા રહેતા હતા. તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. છેલ્લા ૪ દિવસથી તેઓની સારવાર તેમના ઘરે જ કરવામાં આવતી હતી. તે પહેલા પણ હોસ્પિટલે પણ કુટુંબીજનો તથા ડોકટર્સ દ્વારા સઘન સારવાર આપવામાં આવી હતી. રાજકોટમાં સૌપ્રથમ ભુપેન્દ્રભાઈ પ્રખ્યાત એવી કાવેરી હોટલ સાથે પણ સંકળાયેલા હતા અને દીવ સહિતના ડેસ્ટીનેશન ઉપર વિવિધ હોટલ્સનું મેનેજમેન્ટ સંભાળીને સવાસન ઉદ્યોગ ક્ષેત્રે પણ સ્વર્ગીય ભુપેન્દ્રભાઈએ ખૂબ સારૂ યોગદાન આપ્યુ હતું. ભુપેન્દ્રભાઈના ધર્મપત્નિ માલતીબેન, તેમના પુત્ર નૈમી કે જે હાલમાં ચોકીધાણીનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. તથા સાસરે રહેલ પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે.

(1:30 pm IST)