Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

સોનાના દાગીનામાં HUID વિનાશક પ્રક્રિયા : જવેલરી ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગશે

હોલમાર્ક ટાસ્ક ફોર્સ કોલને ગુજરાત જવેલર્સ એસો,નું સમર્થન : જવેલર્સ રજિસ્ટ્રેશનમાં 250 ટકા વૃદ્ધિ એ ગ્રાહકો પ્રત્યેની પ્રતિબદ્ધતા :એચયૂઆઈડી પ્રક્રિયાનો વિરોધ:જવેલરી ઇન્સ્પેકટર રાજની ભીતિ :લાખો સુવર્ણકારોની આજીવિકા પર થશે સીધી અસર : ઝવેરીભાઈ ઝવેરી

રાજકોટ : સોનાના દાગીનામાં હોલમાર્ક યુનિક આઈડી પદ્ધતિનો દેશભરમાં વિરોધ થઇ રહયો છે,ત્યારે ગુજરાત જવેલર્સ એસો,એ પણ દેશવ્યાપી એક દિવસના બંધના ટાસ્ક ફોર્સના એલાનને સમર્થન જાહેર કર્યું છે

 ગુજરાત જવેલર્સ એસો, ના પ્રેસિડન્ટ ઝવેરીભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે સરકારની હોલમાર્કની પ્રક્રિયાને આવકારીએ છીએ પરંતુ નવી હોલમાર્કિંગ પ્રક્રિયા એચયુઆઈડીનો વિરોધ કરીએ છીએ, તેમણે જણાવ્યું હતું કે એચયુઆઈડી એક વિનાશક પ્રક્રિયા છે,હાલની ફરજીયાત હોલમાર્કિંગ પ્રક્રિયા જવેલરીની કોઈ સમાલતી આપતી નથી,રજીસ્ટ્રેશન રદ કરવું, દંડની જોગવાઈ, ઝડતી લેવી,અને જપ્તી કરવાનું તત્વ આખરે ઉદ્યોગમાં ઇન્સ્પેકટર રાજ લાવશે, મનસ્વી રીતે અમલમાં લાવેલ , અવ્યવહારુ અને યોગ્ય અમલ વિનાના એચયુઆઈડીની સામે પ્રતીક હડતાલ કરીને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો છે

 દેશના 256 જિલ્લામાં એચયુઆઈડી પદ્ધતિ અમલમાં આવી છે ઝવેરીભાઈ ઝવેરીએ જણવ્યું હતું કે એક અંદાજ મુજબ ભારતમાં દરવર્ષે લગભગ 10 થી 12 કરોડ મુદ્દાઓનું ઉત્પાદન થાય છે લગભગ 6થી 7 કરોડ મુદ્દાના વર્તમાન સ્ટોકમાં હજુ હોલમાર્ક કરવાનું બાકી છે, એક વર્ષમાં હોલમાર્ક કરવાના કુલ મુદ્દાઓની સંખ્યા લગભગ 16થી 18 કરોડ થવા જાય છે હોલમાર્કિંગ કેન્દ્રની વર્તમાન ઝડપ શ્રમતા એક દિવસમાં લગભગ બે લાખ મુદ્દો છે, આ ઝડપે થતા કાર્ય માટે આ વર્ષના ઉત્પાદનને પહોંચી વળવા માટે લગભગ 800થી 900 દિવસ અથવા ત્રણ થી ચાર વર્ષ જેટલો સમય જોઈએ હાલની નવી માર્કિંગ સિસ્ટમ એટલે કે એચયુઆઈડી ઉત્પાદનનોને હોલમાર્ક કરવા માટે લગભગ 5થી 10 દિવસનો સમય લઇ રહ્યાં છે જેના કારણે અડચણ આવી છે જેથી જવેલરી ઉદ્યોગ થભી ગયો છે

 ઝવેરીભાઈએ વધુમાં કહ્યું હતું કે જવેલરીની કાપવી, વેચાણ બાદ રીપેરીંગ જેવી પ્રક્રિયામાં દાગીનાને નુકશાન થવાથી આ  સમગ્ર પ્રકિયા નિર્થક જેવી બને છે જેમ્સ એન્ડ જવેલરીની ઉત્પાદન કરતા સુવર્ણકરોને ઇન્સ્પેકટર રાજની ભીતિ સેવાઈ રહી છે, જવેલરી ઉદ્યોગમાં કામ કરતા લાખો સુવર્ણકારોને માઠીઅસર થશે, આજીવિકા પર ખતરો મંડરાશે, ભારતિય જવલેરી કલાનું સ્વરૂપ છે,જવેલરી ઉદ્યોગે નીતિ આયોગના રિપોર્ટને આધારચિન્હ ગણવાની સતત માંગ હોવા છતાં બીઆઇએસ એક્ટ ઘડતી વખતે એ માંગને ધ્યાને લેવામાં આવી નથી

 

(12:07 pm IST)