Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

રાજકોટ એસટી ડેપોને રક્ષાબંધન ફળીઃ છેલ્લા ૧ાા વર્ષમાં રેકર્ડ બ્રેક ૧ દિ'ની આવક ૧૦ લાખઃ લોકો ઉમટી પડયા

ડીવીઝનની આવક ૪૩ લાખે પહોંચીઃ સંખ્યાબંધ એકસ્ટ્રા બસો દોડાવાઇ

રાજકોટ એસટી ડેપો ઉપર રક્ષાબંધન અને આવી રહેલ સાતમ-આઠમના તહેવારોનેઅનુલક્ષીને ચિક્કાર ટ્રાફીક ઉદભવ્યો તે નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૩: રાજકોટ એસટી ડીવીઝનને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ફળ્યો હતો. રપ થી વધુ એકસ્ટ્રા બસો અમદાવાદ-જુનાગઢ-જામનગર-મોરબી-કચ્છ બાજુએ દોડાવાઇ હતી.

લોકો ઉમટી પડતા કોરોના કાળના છેલ્લા ૧ાા વર્ષમાં રેકર્ડબ્રેક કહી શકાય તેવી ૧ દિ'ની રાજકોટ ડેપોની આવક ૧૦ લાખને વળોટી ગઇ હતી.

લોકો ઉમટતા, ચિક્કાર ટ્રાફીક જામતા ૧ દિ'માં ૧૦ લાખની આવક થતા અધિકારીઓ ખુશખુશાલ બનીગયા હતા.

અધિકારી સુત્રોએ  ઉમેર્યુ હતું કે ડીવીઝનની આવક પણ ગઇકાલે ૧ દિ'માં ૪૪ લાખે પહોંચી ગઇ છે. હજુ સાતમ-આઠમના તહેવારો બાકી છે. ભલે મેળા રદ થયા પણ લોકો ફરવા જવા, વતને જવા ઉમટી પડયા છે. સાતમ-આઠમના તહેવારમાં પ૦ થી ૬૦ એકસ્ટ્રા બસો દોડાવવાનો પ્લાન ગોઠવાયો છે. 

(12:06 pm IST)