Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

જમીનના વિવાદનો ઉકેલ ન આવતાં સેટેલાઇટ ચોકના ગોવિંદભાઇએ ઝેર પીધું

મુળ વતન જસદણના પારેવડાની જમીનના કબ્જા મામલે વર્ષોથી કેસ ચાલે છેઃ કોળી વૃધ્ધને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયા

રાજકોટ તા. ૨૩: શહેરના સામા કાંઠે સેટેલાઇટ ચોક ઠાકરદ્વાર-૧માં રહેતાં ગોવિંદભાઇ આંબાભાઇ સાકરીયા (કોળી) (ઉ.વ.૬૦) નામના વૃધ્ધે વહેલી સવારે ઝેરી ટીકડીઓ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાતાં ચોકીના એએસઆઇ રાજુભાઇ ગીડાએ બી-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. કેતનભાઇ નિકોલાએ નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

ગોવિંદભાઇને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે છ ભાઇમાં વચેટ છે. તેમના સગાએ જણાવ્યું હતું કે મુળ વતન જસદણના પારેવડામાં ગોવિંદભાઇની પાંત્રીસ વિઘા જમીન છે. આ જમીનમાં વર્ષોથી દબાણ થઇ ગયું હોઇ તેનો કેસ ચાલી રહ્યો છે. હજુ સુધી વિવાદનો નિવેડો આવતો ન હોઇ કંટાળીને પગલુ ભર્યાનું તેમના સગાએ કહ્યું હતું. 

(10:58 am IST)