Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

બજરંગવાડી પુનીતનગર-૦૧ શેરી નં.૦૨ માં “શિવધારા” મકાનમાં જુગાર રમતા છ શખ્સોને ગાંધીગ્રામ પોલીસે પકડ્યા

રાજકોટ: ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ જે.જી.રાણા તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ ગોપાલભાઇ પાટીલ તથા વનરાજભાઇ લાવડીયા તથા દિગ્વીજયસિંહ ગોહીલની સંયુકત હકીકતના આધારે  પુનીતનગર-૦૧ શેરી નં.૦૨ માં “શિવધારા" મકાનમાંથી તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સો મળી આવતા કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ સરનામા: (૧) પુષ્પરાજસિંહ મનહરસિંહ જાડેજા ઉવ.૩૧ રહે પુનીત નગર-૦૧ શેરી નં.૦૨ “શિવધારા મકાન બજરંગવાડી રાજકોટ (ર) મનોજ સવજીભાઇ રજવાડી ઉવ.૩૮ રહે બજરંગવાડી શેરી નં.૧૩ ગોવીંદકુપા મકાન રાજકોટ (૩) જયરાજસિંહ હરેન્દ્રસિંહ રાણા ઉવ.ર૭ રહે પારીજાત સોસાયટી શેરી નં.૦૫ મહેન્દ્રસિંહ જાડેજાના મકાનમાં ભાડેથી યુની. રોડ રાજકોટ (૪) મનીષ મહાદેવભાઇ પટેલ ઉવ.૩૯ રહે પુનીત નગર-૦૧ શેરી નં.૦૨ “બહુચરકુપા” મકાન બજરંગવાડી રાજકોટ (૫) કરણ બીપીનભાઇ જેઠવા ઉવ ૨૪ રહે બજરંગવાડી શેરી નં.૦૮ પાર્થ મકાન જામનગર રોડ રાજકોટ (૬) ધવલ ભદ્રેશભાઇ ચાવડા ઉવ.૨૪ રહે રેલનગર દયાનંદ સરસ્વતી ટાઉન શીપ બ્લોક નં ઇ-૪૦૪ રાજકોટ

કબ્જે થયેલ મુદામાલ: ગંજીપાનાના પાના નંગ-પર તથા રોકડા રૂપીયા ૧૧,૨૨૦નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરી પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પો.કમિશ્નર શ્રી ખુરશીદ એહમદ ખુરશીદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા તથા પો.સબ ઇન્સ. જે.જી.રાણા તથા પો.હેડ કોન્સ. ખોભા જાડેજા તથા પો.કોન્સ. વનરાજભાઈ લાવડીયા તથા ભરતભાઇ ચૌહાણ તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા દિગ્વીજયસિંહ ગોહીલ તથા ગોપાલભાઇ પાટીલ તથા ગોપાલભાઇ બોળીયા તથા દિનેશભાઇ વહાણીયાએ કરી છે.

(8:31 pm IST)