Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

આજીડેમ પોલીસે ૭૧ હજારના દારૂ સાથે રાજદીપસિંહ ઉર્ફ ઋતુરાજસિંહને પકડ્યો: પરષોત્તમનું નામ ખુલ્યું

પીઆઇ વી.જે.જાડેજા, પીએસઆઇ એમ.એમ.ઝાલાની રાહબરીમાં કાર્યવાહી: શૈલેષભાઇ અને કુલદીપસિંહની બાતમી

રાજકોટઃ આજીડેમ પોલીસની ટીમે ૭૧ હજારના દારૂ સાથે એક શખ્સને પકડ્યો છે. એકનું નામ ખુલ્યું છે. પો.કોન્સ. કલદીપસિંહ જાડેજા તથા શૈલેષભાઇ નેચડાને મળેલી બાતમી આધારે રણુજા મંદીરની પાછળ પટેલ પાર્ક મેઇન રોડ બાલાજી પ્રોવીઝન સ્ટોર વાળી શેરીમાં રાજદિપસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની Mc Dowell's No 1 RESERVE WHISKY ORIGINAL FOR SALE IN U.T. OF DADRA AND NAGAR HAVELI AND DAMAN AND DIU ONLY લખેલ ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૧૭૮ મળી આવતા તેની ધરપકડ કરી એકટીવા જી.જે.૦૩-એચ.કયુ.-૮૧૭૩ કબ્જે કર્યું છે. 

બીજા શખ્સ પરષોતમ જાદવભાઇ કુમારખાણીયાનું નામ ખુલતા શોધખોળ થઈ રહી છે.

આરોપીનો ગુનાહીત ઇતિહાસ -જામનગર શહેર બી. ડીવીઝનના ૧૪૩,૧૪૭,૩૨૩,૪૨૭,૪૪,૭,૫૦૪  મુજબના ગુનામાં સંડોવણી હતી.

આ કામગીરી પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ  તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ  તથા નાયબ પોલીસ કમિશ્નર  શ્રી પ્રવીણ કુમાર મિણા (ઝોન-૧) તથા એસીપી પૂર્વ વિભાગ એચ. એલ. રાઠોડની સુચના અન્વયે પોલીસ ઈન્સ્પેકટર વી.જે.ચાવડાની રાહબરીમાં પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.એમ.ઝાલા પો.હેડ કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા તથા કૌશેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. ફુલદિપસિંહ જાડેજા તથા શૈલેષભાઇ નેયડા તથા જયપાલભાઇ બરાળીયા તથા ભીખુભાઇ મૈયડ ઉમેદભાઇ ગઢવી તથા મ.પો.કોન્સ. ધારાબેન મેઘાણી સહિતે કરી છે.

(8:53 pm IST)