Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

'નૈતિક શિક્ષા કે વિભિન્ન આયામ' : ડો. સુભદ્રા પાંડે સંપાદિત પુસ્તકનું લોકાર્પણ

રાજકોટ : અખિલ હિન્દ મહિલા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભાવના જોશીપુરા દ્વારા આયોજીત અગ્રણી શિક્ષણવિદ્દ લેખિકા પ્રો. ડો. શુભદ્રા પાંડે સંપાદિત પુસ્તક 'નૈતિક શિક્ષા કે વિભિન્ન આયામ' નું લોકાર્પણ સૌ.યુનિ.ના કુલપતિ ડો. નિતિનભાઇ પેથાણીના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષણનિતિ ગુજરાત સરકારના સભ્ય અને એનએમએલએલનાં પ્રો. કમલેશ જોશીપુરા, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કળાવિદ્દ પ્રો. ચિત્રલેખાસિંઘ  વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલ. સેન્ટ્રલ યુનિ. આસામમાં સેવા નિવૃત્ત થયા બાદ હાલ મેવાડ યુનિવર્સિટીમાં શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ તરીકે સેવા આપી રહેલ ડો. શુભદ્રા પાંડે રાજકોટના સામાજીક જીવનમાં જોવા મળતા સુમેળથી ખુબ પ્રભાવિત થયા હતા. પુસ્તક લખવા તેઓએ ત્રણ માસ જેટલો સમય રાજકોટમાં ગાળ્યો હતો. દેશના મુર્ધન્ય શિક્ષણવિદ્દ અને પંડીત મદનમોહન માલવીયા ઉત્કૃષ્ટ શિક્ષક એવોર્ડમાં પ્રથમ પસંદગી થઇ એવોર્ડ મેળવનાર શિક્ષણશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન પ્રો. ડો. નિત્યાનંદ પાંડેની સ્મૃતિમાં આ પુસ્તક તેમના ધર્મપત્નિ ડો. શુભદ્રા પાંડેએ તૈયાર કરેલ. તેમણે આ પુસતકમાં ૩૮ થી વધુ વિષયોને આવરી લીધા છે. લોકાર્પણ સમારોહમાં મેવાડ યુનિવર્સિટી, શિક્ષણશાસ્ત્ર વિભાગ રાજકોટ, એજયુકેશનલ સોશ્યલ લીગલ રીસર્ચ ફાઉન્ડેશન, શ્રી વિકાસ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ ઉપસ્થિત રહેલ. પ્રો. ડો. ચિત્રલેખાસીંઘનું પાઘડી અને મોેમેન્ટો આપી સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે પ્રો. ગીરીશ  ત્રિવેદી, ડો. રશ્મીબેન મહેતા, આશાબેન મદલાણી-કોષાધ્યક્ષ, ડો.ભરત મણીયાર, ધારાશાસ્ત્રી પ્રશાંત જોશી, જયેશભાઇ જાની, કૌશિકભાઇ ટાંક, રેશ્માબેન સોલંકી, ભાઇશંકર ઠાકર, સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ અને અખિલ હિન્દ મહીલા પરીષદના તમામ પ્રકલ્પોના કાર્યરત ઇન્ચાર્જ ઉપસ્થિત રહેલ. સમગ્ર સંચાલન સમ્રાટ ઉપાધ્યાયએ અને અંતમાં આભારવિધિ પ્રવિણાબેન જોશીએ કરેલ. 

(3:49 pm IST)