Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સદગુરૂનું સ્મરણ કરીને એમનો આભાર વ્યકત કરવાનું પર્વ એટલે, ગુરૂપૂર્ણિમાઃ સદગુરૂ અધ્યાત્મ માર્ગનું પ્રવેશદ્વાર છે : સદગુરૂદેવ પૂ. પારસમુનિ મા. સા.

ગુરૂ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરૂનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરૂ પૂર્ણિમાને શ્નવ્યાસ પૂર્ણિમાલૃનામથી પણ ઓળખવામાં આવે છે.

સામાન્ય રીતે ગુરૂ દક્ષિણાનો મતલબ ઈનામ ના રૂપમાં લેવામાં આવે છે. પરંતુ તેનો અર્થ આનાથી વધુ વ્યાપક છે. સાચી ગુરૂ દક્ષિણા એ જ છે કે તમે તમારાં ગુરૂ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો. અને તેનો સાચો ઉપયોગ કરી, લોકોનું ભલું કરો. ગુરૂદક્ષિણા ગુરૂ પ્રત્યે સમ્માન અને સમર્પણ ભાવ બતાવે છે. ગુરૂ એ શિષ્ય પાસેથી ગુરૂ દક્ષિણા લે છે જે શિષ્યની સમ્પૂર્ણતામાં આવી જાય છે અર્થાત જયારે શિષ્ય ખુદ ગુરૂ બનવાને લાયક બની જાય છે. ગુરૂનું સંપૂર્ણ જીવન શિષ્યને યોગ્ય બનાવવામાં લાગી જાય છે, આથી જયારે શિષ્ય શિક્ષા ગ્રહણ કરીને ઘરે જાય છે તો તેને ગુરૂદક્ષિણા આપવી પડે છે. ગુરૂદક્ષિણાનો મતલબ ફકત ધનદૌલત જ નથી. ગુરૂ પોતાના શિષ્યની ક્ષમતા અને આવડતને ઓળખી અને તેનાથી શિષ્યને અવગત કરાવે છે. ગુરૂ શિષ્યના ભવિષ્યનું નિર્માણ સ્વાર્થ કે આર્થિક લાભ માટે નહીં પરંતુ શિષ્યના કલ્યાણ માટે કરે છે.

સદગુરૂ અધ્યાત્મ માર્ગનું પ્રવેશદ્વાર છે. અને એકવાર અંદર ગયા પછી બધુ સદગુરૂ ની દ્રષ્ટિ થી જોવામાં આવે છે સદગુરૂ ના સાનિધ્યને માણવું જોઈએ. તેમને સંસારનો અંશ ન બનાવો. કારણકે એકવાર સદગુરૂ ને સંસારનો અંશ બનાવ્યા પછી આપણામાં બધી પ્રિય અપ્રિય ભાવનાઓ જાગે છે. આપણે ગુરૂ સાથે ભાવનાત્મક રૂપથી જોડાઈ જઈએ છીએ. 'તમને આવુ કહ્યું' અને 'તેમણે આવું ન કહ્યુ' , 'પેલો તેમનો વધુ પ્રિય છે, હું નથી' વગેરે. તમારી સામે સદગુરૂ હોવા છતાં સદગુરૂ ના સાનિધ્યનો અનુભવ ન કરી શકો તો તે માટે તમે જ જવાબદાર છો. કારણકે તમારૃં મન, તમારી ધારણાઓ અને તમારા અહંકારના કારણે જ તમે તમારી મહત્વપૂર્ણ વાતો સદગુરૂ ને કહી શકતાં નથી. તમે ફકત 'કેમ છો ? , બધુ કેવું ચાલી રહ્યું છે ? આવી નિયમિત વાતો જ સદગુરૂ સાથે કરતાં હોય અને તેમની નિકટતાનો અનુભવ ન કરી શકો તો તમને સદગુરૂ ની જરૂર જ શુ છે ? એવા કેટલાય શિષ્યોના ઉદાહરણો છે, જે પોતાના સદગુરૂદેવ ની સેવામાં બધું સમર્પિત કરી દેતાં હતા.

સદગુરૂ નો અર્થ છે એવી મુકત થયેલી ચેતનાઓ, જે બિલકુલ મહાવીર, રામ, કૃષ્ણ અને બુધ્ધ જેવી છે,પણ તમારા સ્થાન પર ઉભી છે, તમારી પાસે છે. થોડુક ઋણ શરીર પ્રત્યે તેનુ બાકી છે. તેને ચુકવવાની પ્રતીક્ષા છે, સમય ખૂબ થોડો છે.

સદગુરૂ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું દ્યડતર કરે છે.સદગુરૂને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ સદગુરૂનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં સદગુરૂ ને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.

સદગુરૂની ભૂમિકા ભારતમાં ફકત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી, દેશ પર રાજનીતિક વિપદા આવતા સદગુરૂઓએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યુ છે. અર્થાત પ્રાચીન સમયથી સદગુરૂ એ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે. તેથી સદગુરૂ નો મહિમા માતા-પિતાથી પણ ઉપર છે.

એકલવ્ય એ ગુરૂ દ્રોણાચાર્ય ને ગુરૂ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જયારે ગુરૂએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવણીરૂપે પ્રખ્યાત હોત.ગુરૂ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય ! આવા તો દ્યણા શિષ્યો હતા. જેમણે પોતાના સદગુરૂ ની સેવામાં જ સાચુ સુખ જાણ્યું અને તેઓ સદગુરૂ ના આશીર્વાદથી અમર થઈ ગયા.

સદગુરૂ નાં સ્વરૂપને જોઇને જ તમારામાંથી વિકાર દૂર થઈ જાય છે. સદગુરૂ એ પૃથ્વી પર મનુષ્ય અને પરમાત્મા વચ્ચે દેવદૂત બની આવેલ સેતુ છે. જે મનુષ્યને અજ્ઞાનની ખીણ પાર કરાવી જ્ઞાનની ધરતી સુધી લઇ જાય છે. સદગુરૂને અંધવિશ્વાસોના આધાર પર નહી , શ્રધ્ધા ની આધારશિલા પર હ્રદયમાં પૂજયભાવે સ્થાન આપો. સદગુરૂ નાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે સદગુરૂ ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.

ગોંડલ સંપ્રદાયના ગાદી ઉપાશ્રય માં મારૃં ૨૦૨૧ નું ચાતુર્માસ પ્રવેશ થયો અને સિંહાસન પર બિરાજમાન થતાં જ એવો ભાસ થયો કે 'હું છું ને , શ્રધ્ધા રાખ કે હું છું. હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે. જીવનમાં જે કંઈ સારૃં-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે તને સમજાશે. મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ઘા રાખ.જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારે ભરોસે મૂકી દે.

'હું છુ ને' આ અંતર્નાદ પછી મારાં જીવનમાં બધું જ બદલાય ગયું.

સદગુરૂદેવ દાદાગુરૂ નિદ્રાવિજેતા એકાવતારી આચાર્યદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી સ્વામી , આચાર્ય પૂજય ભીમજી સ્વામી, આચાર્ય પૂજય નેણસી સ્વામી, આચાર્ય પૂજય જેસંગજી સ્વામી, આચાર્ય પૂજય દેવજી સ્વામી, આચાર્ય પૂજય જસાજી સ્વામી, પૂજય જયચંદજી સ્વામી , તપસ્વી પૂજય માણેકચંદજી સ્વામી, આચાર્ય પૂજય પુરૂષોત્ત્।મજી સ્વામી, સૌરાષ્ટ્ર કેસરી પૂજય પ્રાણલાલજી સ્વામી, તપસમ્રાટ પૂજય રતિલાલજી મહારાજસાહેબ , અનશન આરાધક પૂજય જગજીવનજી મહારાજ સાહેબ , ગોંડલ ગચ્છ શિરોમણી પૂજય જયંતિલાલજી મહારાજ સાહેબ , ગાદીપતિ પૂજય ગિરિશચંદ્રજી સ્વામી, આગમ દિવાકર પૂજય જનકમુનિ મહારાજ સાહેબ , મહામંત્ર પ્રભાવક પૂજય ગુરૂદેવ જગદીશચંદ્રજી મહારાજ સાહેબ, ધ્યાન સાધક પૂજય હસમુખમુનિ મહારાજ સાહેબ,તપસ્વી પૂજય ગજેન્દ્રમુનિ મહારાજ સાહેબ આદિ સદગુરૂદેવો ની અપરંપાર વરસતી કૃપાની સતત સદૈવ, સર્વત્ર, સર્વદા, અનુભૂતિ કરી રહ્યો છું. મારા જીવન દ્યડતરમાં આપ સર્વ સદગુરૂદેવો એ ડગલે અને પગલે પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ મને માર્ગદર્શન આપ્યું.જીવન જીવવાનું શીખવ્યું, અન્યાય સામે લડવાનું શીખવ્યું ,એવા સર્વ પરમાત્માભાવ ને પ્રાપ્ત કરેલા આત્મસ્વરૂપ માં મસ્ત રહેતા આત્મભગવાન સ્વરૂપ સદગુરૂદેવો નો હું ઋણી છું. અને ગુરૂપૂર્ણિમા નિમિત્ત્।ે વિનંતી કરૃં છું કે,આવું જ પીઠબળ અને દિવ્ય કૃપા ના પૂંજ હંમેશા મારાં પર વરસાવતાં રહેશો. 

(3:05 pm IST)