Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન દ્વારા ગીતા સંદેશ યાત્રાનું કાલે દ્વારકામાં સમાપન

રાજસ્થાનથી શુભારંભ થયેલ યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત સન્માનઃ પત્રકાર પરીષદમાં વિગતો આપતા પ્રો. જે. એમ. પનારા

રાજકોટ : પત્રકાર પરીષદમાં માહિતી આપતા ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ ગોસ્વામી, પ્રો. જે.એમ. પનારા, પ્રો. જીવાભાઇ વાળા, ગૌતમભાઇ ધમસાણિયા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (

રાજકોટ, તા. ર૩ :  ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન દ્વારા તા. ૧૮ થી તા. ર૪ જુલાઇ સુધી સાત દિવસીય ગીતા સંદેશ યાત્રા નીકળી આવતીકાલે દ્વારકા ખાતે સમાપન થશે.

પત્રકાર પરીષદ પ્રો.જે. એમ. પનારાએ જણાવ્યું હતું કે ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન- ન્યુ દિલ્હી દ્વારા તા. ૧૮ થી તા. ર૪ સુધી સાત દિવસીય ગીતા સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા, માનવાધિકાર તથા વિશ્વશાંતિ છે. આ ત્રણ મુદ્દાઓની સાથે શ્રીમદ ભગવત ગીતાને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જોડીને સંસ્થાનના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રામકૃષ્ણ ગોસ્વામી, સ્કુલ, કોલેજો અને યુનિવર્સિટીઓ સુધી ગીતાનો સંદેશ પહોંચાડી રહ્યા છે.

પત્રકાર પરિષદમાં  પ્રો. જે.એમ. પનારાએ જણાવ્યું હતું કે  મહારાણા પ્રતાપની વીરભૂમિ રાજસ્થાનના હલ્દીઘાટીથી ૧૮ જુલાઇએ શરૂ થયેલી આ યાત્રા જયપુર, ઉદયપુર સહિત રાજસ્થાનના વિવિધ શહેરોમાંથી પસાર થઇ ગુજરાતના ગાંધીનગર-અમદાવાદ થઇ રર મીએ સાંજે રાજકોટ પહોચ્યા હતી. આ યાત્રાની સૌરાષ્ટ્ર ક્ષેત્રની તમામ વ્યવસ્થા ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાનના સૌરાષ્ટ્ર-કચ્છના અધ્યક્ષ પ્રો. ડો. જે.એમ. પનારા પ્રમુખ તથા આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રૃપ ગુજરાતના માર્ગદર્શક પ્રો. ડો. જીવાભાઇ વાળા (સોમનાથ-વેરાવળ)ના માર્ગદર્શનમાં આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રૃપની પ્રદેશ કોર કમિટીના સભ્ય ઘનશ્યામભાઇ હેરભા, ગ્રૃપના ફાઉન્ડર તથા મેઇન એડમીશન જે.આર.રામ (સુરેન્દ્રનગર), સહ એડમીન મયુરભાઇ બલદાણીયા (સુરત), રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ ગૌતમભાઇ ધમસાણિયા, સહ એડમીન સંજયભાઇ છૈયા, કોર કમિટીના સભ્ય નીતિનભાઇ ભાટીયા, ગાંધીનગર (અમદાવાદ), બાબુભાઇ ડાંગર (કચ્છ), મિલનભાઇ કુવાડિયા (ભાવનગર), વીરાભાઇ આહિર (મુરલીધર ફાર્મ હાઉસ-રાજકોટ) વગેરે સંભાળી રહ્યા છે. આ આગેવાનો યાત્રામાં રાજકોટથી દ્વારિકા સુધી સાથે જોડાશે. દ્વારિકા જિલ્લા તથા મંદિર ખાતે સમાપનની વ્યવસ્થા દ્વારકા જિલ્લા કન્વીનર રૂદ્ર આહિર તથા તેની ટીમ સંભાળી રહ્યા છે.

પત્રકાર પરિષદમાં  પ્રો. જે.એમ. પનારાએ જણાવ્યું હતું કે  ર૩ મી જુલાઇએ રાજકોટમાં આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના અગ્રણીઓ, ફિલ્ડમાર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલયના આગ્રણીઓ ઉમિયા માતાજી મંદિર સીદસરના ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુ, પ્રા. ડો. યશવંત ગોસ્વામી તથા વિવિધ સંસ્થાઓ દ્વારા યાત્રાનું સ્વાગત-સન્માન કાર્યકત ભગવત ગીતાનો સંદેશો ઝીલશે. સાથે ગીતા સંવાદ કર્યા બાદ બપોર પછી યાત્રા દ્વારિકા જવા માટે રાજકોટથી પ્રયાણ કરશે. રાજકોટથી દ્વારીકા જતા રસ્તામાં જી.એમ. પટેલ કન્યા છાત્રાલય તથા ઉમિયાજી મહિલા કોલેજ ધ્રોલ ખાતે પ્રિ. બી.જી. કાનાણીના માર્ગદર્શનમાં સંસ્થાની દિકરીઓ હોદ્દેદારો તથા સ્ટાફ દ્વારા યાત્રાનું સ્વાગત સન્માન કર્યુ તથા ગીતાજીનો સંદેશ આપવામાં આવશે. રાજકોટથી દ્વારકા સુધીમાં રૂટ પર આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રૃપ ગુજરાત દ્વારા આજુ-બાજુના ગામના સહયોગથી યાત્રાનું સ્વાગત-સન્માન કરવામાં આવશે તથા તેમના દ્વારા પ્રસાદરૂપે ભગવદ ગીતાનું વિતરણ પણ કરવામાં આવશે.

પત્રકાર પરિષદમાં  પ્રો. જે.એમ. પનારાએ જણાવ્યું હતું કે   ધ્રોલથી જામનગર થઇ યાત્રા ખંભાળિયા પહોંચશે. અહીં હર્ષદ પુર રોડ પર આવેલ આહિર કન્યા છાત્રાલય ખાતે આહીર સમાજની દિકરીઓ તથા સંસ્થાના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવશે. તથા રામકૃષ્ણ ગોસ્વામીજી દ્વારા ગીતાજીનો પ્રેરક સંદેશ આપવામાં આવશે. ત્યારબાદ યાત્રા દ્વારકા જવા રવાના થશે. રસ્તામાં દ્વારકા નજીક આવેલ કોરડા ગામ ખાતે (મંગલમ અન્નક્ષેત્ર) આહિર સમાજના આગેવાનો, આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રૃપના દ્વારકા જિલ્લાના કન્વીનર રૂદ્રભાઇ આહિર તથા તેની ટીમના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવશે. યાત્રા ર૩ જુલાઇએ રાત્રિ રોકાણ દ્વારકા ખાતે કરશે.

તા. ર૪ના દ્વારિકામાં સન્માન કાર્યક્રમ અંતર્ગત દ્વારકાધીશના મંદિર ખાતે દર્શન તથા ગીતાજીનું પુજન-અર્ચન કર્યા બાદ આહિર સમાજના યાદવ ભવન ખાતેે ધર્મ સંસદ કાર્યક્રમ યોજાશે. જેમાં ગીતાજીનું વિતરણ સન્માન વગેરે કાર્યક્રમ યોજાશે.

શ્રી રામકૃષ્ણ ગસ્વામીજીએ ગીતા સંદેશ આપતા જણાવ્યું કે કર્મયોગના રસ્તા પર ચાલવા માટે ગીતાનું અધ્યયન ખુબ જ જરૂરી છે. આપણે શ્રીમદ ભગવદગીતાના માધ્યમથી માનવ ચરિત્રનું નિર્માણ કરવાનું છે. 

(3:05 pm IST)