Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રૈયાધારમાં મુરગીના ધંધાર્થી સિકંદર ફુલાણી પર હુમલો

મિત્ર કાનાના ઝઘડામાં વચ્ચે પડતાં પિયુષ, લાલો સહિતના તૂટી પડ્યાઃ ઇંટના ઘાથી છાતીમાં-પાંસળીઓમાં ગંભીર ઇજા

રાજકોટ તા. ૨૩: રૈયાધાર રાણીમા રૂડીમા ચોકમાં રહેતાં અને બજરંગવાડી પાસે મુરગીની દૂકાન ચલાવતાં સિકંદર ઇકબાલભાઇ ફુલાણી (ઉ.વ.૩૫)ને સાંજે આઠેક વાગ્યે ઘર પાસે કેટલાક શખ્સોએ માર મારી ઇંટોના આડેધડ ઘા કરતાં છાતીમાં ગંભીર ઇજા થતાં અને પાંસળી ભાંગી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સિકંદરના ભાણેજના કહેવા મુજબ મામા સિકંદરભાઇના ઘરે તેનો મિત્ર કાનો આવ્યો હોઇ કાના સાથે લાલો અને પિયુષ નામના શખ્સો ઝઘડો કરતાં હોઇ મામા આ બંનેને ઝઘડો નહિ કરવા સમજાવવા જતાં તેના પર હુમલો થયો હતો. કાના અને મામાના અન્ય એક મિત્ર ઇરફાનને પણ આ મારામારીમાં થોડીઘણી ઇજા થઇ હતી.   સિકંદરને ગંભીર ઇજા થઇ હોઇ રાતે જ ઓપરેશન કરાયું હતું.

(3:01 pm IST)