Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

હનુમાન જન્મોત્સવની શુભેચ્છા પાઠવતા રામભાઇ મોકરીયા

રાજકોટ તા.૨૩: સોૈરાષ્ટ્ર અને રાજકોટના તમામ લોકોને હનુમાન જન્મોત્સવ પર્વની શુભેચ્છા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ પાઠવતા જણાવ્યું છે કે, બળ અને બુદ્ધિનો સંગમ, જ્ઞાન ગુણનો ભંડાર, વિદ્યાઓના દાતા,સર્વ શકિતમાન અને શ્રી રામચંદ્રજીના ભકત હનુમાનજી મહારાજનો ચૈત્રીસુદ પૂનમના દિવસે જન્મ મહોત્સવ ઊજવાય છે. શ્રીરામભકત હનુમાનજી અનેક મુશ્કેલીઓમાં સતત જાપ કરવાથી મુશ્કેલીઓ ટળી જાય છે. હનુમાનજીએ રાવણનો નાશ કરવા માટે શ્રીરામજીની મદદે રહ્યા અને અંતે લંકા ઉપર ભગવાન શ્રીરામને વિજય અપાવ્યો સાચા હૃદયથી હનુમાનજીની પૂજા કરે તો તેને દર્દ દૂર થાય છે. હનુમાનજીએ સાચા સેવક તરીકે સેવા કરી. અને હનુમાન જયંતિએ દરેક હિન્દુ લોકો હનુમાનજીની સ્તુતિ કરે છે. હનુમાન ચાલીસાનું પઠન કરે છે. સુંદરકાંડના પાઠનું પઠન કરે છે. આમ કળિયુગમાં સાચા વીરપુરુષ હનુમાનજી છે. તેવું માનવામાં આવે છે. હનુમાનજી મહારાજની જન્મજયંતી નિમિત્તે સંસદસભ્ય (રાજ્યસભા) રામભાઈ મોકરીયાએ સર્વ લોકોને હનુમાન જયંતીનીે શુભકામનાઓ પાઠવી છે

(4:17 pm IST)