Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

હનુમાન મઢી ખાતે હનુમાનજીના જન્મોત્સવની દિવ્ય ઉજવણી : દાદાને સુવર્ણ સિંહાસન અર્પણ

મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ભવ્ય આયોજન

રાજકોટ તા. ૨૩ : રાજકોટના રૈયા રોડ પર આવેલ હનુમાન મઢી મંદિર ખાતે પણ રંગે ચંગે ઉજવણી થઈ રહી છે તથા દાદા ને સુવર્ણ સિંહાસન પણ અર્પણ કરવામાં આવ્યું છે.

આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. તમામ હનુમાનજીના મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે મહાઆરતી મહાપ્રસાદ વગેરે જેવા કાર્યક્રમો કરીને હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોર્ટી શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી ચોક ખાતે આવેલ હનુમાનજી મંદિરમાં પણ ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સાથોસાથ દાદા ને હનુમાન જન્મોત્સવ નિમિત્ત્।ે સુવર્ણ સિંહાસન પણ અર્પણ કરવામાં આવ્યું છે. આજે સમગ્ર દિવસ દરમિયાન હનુમાન મઢી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાઆરતી મહાપ્રસાદ આતશબાજી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તથા ૧૧ કિલોનો લાડુ દાદાને અર્પણ કરવામાં આવશે તથા ભકતોને પ્રસાદ સ્વરૃપે આપવામાં આવશે. સાંજે ૭ વાગ્યાથી આતશબાજી શરૃ થશે તથા ૭.૧૫ કલાકે મહાઆરતી શરૃ થવાની છે ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભકતો લાભ લેવાના છે. મહા આરતીનું જીવંત પ્રસારણ એલઇડી સ્ક્રીન પર પણ થવાનું છે તો દાદાના ભકતોને હનુમાન મઢી મંદિર ખાતે મહાઆરતીમાં તથા મહાપ્રસાદમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે

(3:56 pm IST)