Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ઓબીસી જન જાગરણ મંચ દ્વારા મહાસંમેલન - અંત્‍યોદય સેવારત્‍ન એવોર્ડ

રાજકોટ : ઓબીસી જનજાગરણ મંચ દ્વારા ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા ઓબીસી પરિવાર મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ગરીબ અને અધિકાર વંચિત સમાજ માટે લગાતાર કામ કરનારા કાર્યકર્તાઓને અંત્‍યોદય સેવા રત્‍ન અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં વજુભાઇ વાળા, લોકસભાના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલા, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજય સભાના સભ્‍ય રામભાઇ મોકરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડે જણાવ્‍યું હતું કે ૧૦૬ ઓબીસી જ્ઞાતી અને તેની અંગભૂત જાતિઓ એટલે કે ૪૦ વિચારતી વિમુખ એમ કુલ મળીને ૧૪૬ ઓબીસી જાતિઓની વસ્‍તી ગુજરાતમાં પ૪ ટકા છે આ જાતિઓને નરેન્‍દરભાઇ મોદીના રાજયમાં ર૭ ટકા નોકરીઓમાં પારદર્શકતા આવી તેને કારણે કલ્‍પી ન શકાય તેવી નાની નાની જાતિઓ ને નોકરીઓમાં તક મળવા લાગી છે.

એ જ રીતે સ્‍થાનીક સ્‍વરાજની ચૂંટણીઓમાં ૧૦ટકા અનામત હતી તે જવેરીપંચના રિપોર્ટના આધારે ગુજરાત સરકારે ર૭ ટકા અનામત આપવાનો બહુ મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે તેને કારણે ઓબીસીબી વર્ગના શાસન પ્રશાસનમાં મજબૂત ભાગીદારી બનવાની છે.

કરણાભાઇ માલધારી અને તનસુખભાઇ ગોહેલે ઓબીસીની પરચુરણ જાતિઓ સો ટકા મતદાન કરીને રૂપિયો બને લાકડી મટીને ભારો બને એ ખૂબ જરૂરી છે. લોકસભાની ચૂંટણીમાં સમજદાર બની સંગઠિત બની ભારે મતદાન કરે કહેવત છે કે જાગશે એ પામે એવી ટકોર કરણાભાઇ માલધારીએ કરી હતી.

આ પ્રસંગે અંત્‍યોદય સેવા રત્‍ન વજુભાઇ વાળાના હસ્‍તે સેનીટેશન કમિટીના ચેરમેન નિલેશભાઇ જલુ, શ્રી રૂપાલાના હસ્‍તે છોટુભાઇ પરસોડાને અંત્‍યોદય સેવા રત્‍ન એવોર્ડ તેમજ વિજયભાઇ રૂપાણીએ કનકભાઇ બજાણીયાનું અંત્‍યોદય સેવા રત્‍ન અર્પ કરીને સન્‍માન કર્યુ હતું.

સભાનું સંચાલ ધનસુખભાઇ ગોહેલઘ, યોગેશભાઇ રાઠોડ તેમજ પીન્‍ટુ રાઠોડ, સંદીપભાઇ ગોહીલે કર્યુ હતું. અતિથી વિશેષ માવજીભાઇ ડોડીયા, ઇશ્વરભાઇ ભવાની ટ્રાન્‍સપોર્ટ, વલ્લભ મામા, તેમજ ગણપતભાઇ રાઠોડ, સુરેશભાઇ મુજપરા, મહેશભાઇ વડેચા, શંકરભાઇ દુદકીયા, ભરતભાઇ મોસપરા, રવીભાઇ ગુજરવાડીયા, રાજેશભાઇ ગુજરવાડીયા, કૈલાશભાઇ કુવરીયા, ઇશુભાઇ કુવરીયા, ઇશ્વરભાઇ આદરણીયારા, રઘુભાઇ મેવાડા, બાબુભાઇ માટીયા, તેમજ સંજયભાઇ ચાવડા, સંજયભાઇ રાઠોડ, રાજુભાઇ કુવરીયા, જગમાલભાઇ રાઠોડ, તુલસીભાઇ દુદકીયા, રવિભાઇ મુજપરા, વિજયભાઇ કુવરીયા, કાનાભાઇ વડેચા, વિનોદભાઇ રાઠોડ, વાશુભાઇ વડેચા, દિપકભાઇ રાઠોડ, નરેન્‍દ્રભાઇ રબારી, રાજૂભાઇ ગઢવી, દિનેશભાઇ વારૈયા, ગાંડાભાઇ વડેચા, સાગરભાઇ કુવરીયા, રમેશભાઇ થારતીયા, સોમચંદભાઇ મુજપરા, ઇશ્વરભાઇ દુદકીયા, દીલીપભાઇ રાઠોડ, ગુગાભાઇ રાફુચા, અમરશીભાઇ વાઝેલીયા, ભવાનભાઇ ટોળીયા, દિનેશભાઇ રાઠોડ, વિજયભાઇ ચૌહાણ, વગેરે હાજર રહ્યા હતાં. તેમ કરણાભાઇ માલધારી અને તનસુખભાઇ ગોહેલની યાદી જણાવે છે.

(3:02 pm IST)