Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

આવતીકાલથી ત્રણ દિવસ બાળ સાહિત્‍ય મેળો

ફરી આવી ગયો છે કિડ્‍સ ક્રિએસ્‍ટા...

રાજકોટ તા. ર૩: તા. ર૪, રપ અને ર૬ (બુધ, ગુરૂ, શુક્ર) એપ્રિલના રાજકોટમાં માત્ર વિદ્યાર્થીઓ માટે ગુજરાતનો સૌથી મોટો સાહિત્‍ય મેળો યોજાવા જઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ ફેસબુક કરતા બુકને ફેસ કરે તેવા શુભ આશય સાથે સાંઇરામ દવેની સ્‍કૂલ નચિકેતામાં ૩ થી ૧પ વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે એક લીટરચેર ફેસ્‍ટિવલ કમ લાઇફ સ્‍કીલ ફેરનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં બાળકોને મજા પડે તેવા ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાના પુસ્‍તકો ઉપલબ્‍ધ હશે.

સાહિત્‍યમેળાની સાથે વિદ્યાર્થીઓ માટે બાળવાર્તા, મેજીક શો, તર્ક આધારીત રમતો, જીવન જરૂરી લાઇફ સ્‍કીલ્‍સ, કરાઓકે પરફોર્મન્‍સ, પારીવારીક રમતો, તેમજ જમ્‍પીંગ સહિતની અનેક આઉટડોર રાઇડ્‍સનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ બાળ સાહિત્‍ય મેળો તદ્દન નિઃશુલ્‍ક અને ઓપન ફોર ઓલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે થયેલા કિડ્‍સ ક્રિએસ્‍ટાનો ૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ લાભ લીધો હતો. મહત્‍વની વાત એ છે કે વિદ્યાર્થીઓ વાંચન તરફ વળે તે માટે શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્‍ડેશન અને આર.આર. શેઠ પ્રકાશન દ્વારા પુસ્‍તકો પર ર૦% સુધીનું ડિસ્‍કાઉન્‍ટ રાખવામાં આવ્‍યું છે. શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્‍ડેશન આ બાળસાહિત્‍ય મેળાનો લાભ લેવા તમામ લોકોને આમંત્રણ પાઠવ્‍યું છે. સ્‍થળઃ નચીકેતા સ્‍કૂલીંગ સિસ્‍ટમ, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ.

(2:42 pm IST)