Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2024

મનપાની અનોખી પહેલ

બાંધકામ વેસ્‍ટમાંથી પેવિંગ બ્‍લોક બનાવાશે

ટૂંક સયમમાં નાકરવાડી ખાતે સી.એન્‍ડ ડી.વેસ્‍ટના રીસાયકલીંગ પ્‍લાન્‍ટ ધમધમશે : શહેરમાં કન્‍સ્‍ટ્રકશન એન્‍ડ ડિમોલિશન વેસ્‍ટના પધ્‍ધતિસરના નિકાલ માટે કોન્‍ટ્રાક્‍ટરો સાથે ડેપ્‍યુટી કમિશનર સ્‍વપ્‍નિલ ખરેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઇ

રાજકોટ,તા. ૨૩: શહેરમાં ઉત્‍પન્ન થતા કન્‍સ્‍ટ્રકશન એન્‍ડ ડિમોલિશન વેસ્‍ટના પધ્‍ધતિસરના નિકાલ માટે શહેરમાં કન્‍સ્‍ટ્રકશનની કામગીરી કરતા કોન્‍ટ્રાક્‍ટરો તથા મહાનગરપાલિકામાં કામગીરી કરતા કોન્‍ટ્રાક્‍ટરો સાથે મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેના અધ્‍યક્ષ સ્‍થાને ગઈકાલ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

મીટિંગમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેએ કોન્‍ટ્રાક્‍ટરોને જણાવ્‍યું હતું કે, શહેરમાં જુના બાંધકામો તોડવામાં આવતા તેમાંથી ઉત્‍પન્ન થતા સી. એન્‍ડ ડી. વેસ્‍ટના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસો માટે નીતિ નક્કી કરી રહેલ છે, તે બાબતે આ કામ સાથે જોડાયેલ કોન્‍ટ્રાક્‍ટરો તથા જુદા-જુદા વિભાગોના અધિકારીશ્રીઓ પાસેથી સુચનો મેળવવામાં આવેલ છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં જાહેરમાં ઉત્‍પન્ન થતા સી. એન્‍ડ ડી. વેસ્‍ટના નિકાલ માટેના સેન્‍ટરો તથા નાકરાવાડી સાઈટ ખાતે સી. એન્‍ડ ડી. વેસ્‍ટના રીસાયકલિંગ પ્‍લાન્‍ટ શરૂ કરવા જઈ રહેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સી. એન્‍ડ ડી. વેસ્‍ટ લઈ જતા નાના વાહનો માટે રાજકોટમાં ત્રણ સ્‍થળો રૈયાધાર, અટીકા વિસ્‍તાર અને વેસ્‍ટ ઝોનમાં કલેક્‍શન સેન્‍ટર કાર્યરત છે, જયારે મોટા વાહનોએ નાકરાવાડી ખાતે સી. એન્‍ડ ડી. વેસ્‍ટ લઈ જવાનો હોય છે. નાકરાવાડી ખાતે સી. એન્‍ડ ડી વેસ્‍ટના પધ્‍ધતિસરના પ્રોસેસિંગ અને નિકાલ માટે કામગીરીની ટ્રાયલ ચાલુ છે. યંત્ર મારફત સી. એન્‍ડ ડી વેસ્‍ટને રેતી જેવા ભુક્કામાં પરિવર્તિત કરી નાંખવામાં આવે છે. આ મટીરીયલ્‍સમાંથી પેવિંગ બ્‍લોક વગેરે જેવી વસ્‍તુઓ બનાવી શકાય છે. વિશેષમાં, બાંધકામ સાઈટ ખાતે સેલર માટેના ખોદકામ દરમ્‍યાન નીકળતી માટીનો કોઠારીયાની ખાણમાં નિકાલ થાય તે માટે બિલ્‍ડરોનો સહયોગ મેળવવામાં આવી રહ્યો છે.આ મીટિંગમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરે, સિટી એન્‍જી.ઓ, ટી.પી., પર્યાવરણ ઈજનેર, દરેક ઝોનના એ.ટી.પી.ઓ, નાયબ પર્યાવરણ ઈજનેરો, એડી. સિટી એન્‍જી.ઓ તથા નાયબ કાર્યપાલક ઈજનેરો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:43 pm IST)