Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રામેશ્વર પાર્ક-રેસકોર્સ રીંગ રોડ જાગનાથ પ્‍લોટમાં વૃક્ષ ધરાશાયી

શહેરમાં ગઇકાલે થયેલ કમોસમી વરસાદના લીધે ગાર્ડન શાખા દ્વારા પડી ગયેલ વૃક્ષનો તાત્‍કાલિક ધોરણે નિકાલ કરાયો

રાજકોટ, તા. ર૪ :  શહેરમાં ગઇકાલે  પડેલ  કમોસમી વરસાદના લીધે વિવિધ વિસ્‍તારમાં કુલ ૩ જગ્‍યાએ વળક્ષ પડી જતા  ગાર્ડન શાખા દ્વારા પડી ગયેલ વળક્ષનો તાત્‍કાલિક ધોરણે નિકાલ  કરવામાં આવ્‍યો હતો.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  કુદરતી રીતે ભારે પવન તથા જમીનની ગરમીના કારણે વળક્ષના મૂળ સુકાઇ જવાથી આકસ્‍મિક રીતે વળક્ષ પડી જવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તા. ૨૨ ના રોજ કમોસમી વરસાદના લીધે.

રામેશ્વર પાર્ક, રામેશ્વર હોલની બાજુમાં ગુલમહોરનું વળક્ષ કુદરતી રીતે ધરાશાયી થયેલ. સદનસીબે કોઇ જાનહાનિ થયેલ નથી. અને બગીચા શાખાએ આ વળક્ષ તુરંત દૂર કરેલ છે. (વોર્ડ નં ૧)માં ગુલમહોરનું વળક્ષ તથા  જનતા જનાર્દન સોસાયટી, રેસકોર્સ રીંગ રોડ પર વળક્ષ કુદરતી રીતે ધરાશાયી થયેલ. બગીચા શાખાએ આ વળક્ષ તુરંત દૂર કરેલ છે. (વોર્ડ નં ૨)માં  ગુલમહોરનું વળક્ષનું તેમજ  જાગનાથ પ્‍લોટ વિસ્‍તારમાં વળક્ષની ડાળીઓ પડી ગયેલ જેનો બગીચા શાખાએ આ વળક્ષની ડાળીઓનો તુરંત દૂર કરેલ છે. (વોર્ડ નં ૭)માં વળક્ષની ડાળીઓ સહિત ૩ જગ્‍યાએ વળક્ષ પડી જવાની ઘટના બની હતી જેની રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા તુરંત જ પડી ગયેલ વળક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(3:43 pm IST)