Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

વાવડી રેકર્ડ પ્રકરણઃ રેકર્ડ લઇ જનાર-ખરીદનાર-વેચનાર ઉપર પણ કાર્યવાહી કરોઃ મામલતદારની બેદરકારી એટલે નોટીસ આપીઃ કલેકટર

પોલીસ કમિશ્નરને પત્ર પાઠવતા અરૂણ મહેશબાબૂઃ તમીલ સંગમ માટે સાંજે મદૂરાઇ જશે : પોલીસ તપાસ-રીપોર્ટ બાદ વધૂ પગલા લેવાશેઃ રાજકોટ તાલુકાની તમામ ગામોનું રેકર્ડ વેર હાઉસ ખાતે શીફટ કરાયું. : તમીલ સંગમમાં ર૬મીએ કલેકટર-પ્રધાનોની ઉપસ્‍થિતિમાં રોડ-શોઃ ૧ર હજારનું રજીસ્‍ટ્રેશન : હિરાસર એરપોર્ટમાં અવરોધરૂપ હવે એક : પવન ચકકી ખસેડવાની બાકીઃ એપ્રોચ : રોડ-બ્‍લાસ્‍ટીંગ કામ પુરૂઃ બ્રીજ બનાવવાનું શરૂ...

રાજકોટ તા. ર૩ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબૂએ પત્રકારોને જણાવ્‍યું હતું કે વાવડી રેકર્ડ ગૂમ પ્રકરણમાં અમારી તપાસ ચાલૂ જ છે, પ્રાંતના રીપોર્ટ બાદ તલાટીને સસ્‍પેન્‍ડ કરાયા છે, અને તાલૂકા મામલતદારને નોટીસ આપી ખુલાસો પૂછયો છ.ે

કલેકટરે જણાવેલ કે આ પ્રકરણમાં અમે પોલીસ કમિશ્નરને પત્ર પાઠવી રેકર્ડ લઇ જનાર-કબાડી, ખરીદનાર અને વેચનાર આ ત્રણેય સામે પણ કાર્યવાહી કરો, આ લોકો સામે પણ પગલા લેવા જોઇએ.  આ સરકારી રેકર્ડ છે, આમા ઉપરોકત લોકો પણ જવાબદાર બને છે, અમે કોર્પોરેશનને પણ આ બાબતે પોલીસના રીપોર્ટ બાદ લખીશું કલેકટરે જણાવેલ કે પોલીસ તપાસ ચાલી રહી છે, રીપોર્ટ આવ્‍યે વધૂ પગલા લેવાશે.

તાલુકા મામલતદારને કેમ નોટીસ અપાઇ તે અંગે કલેકટરે ઉમેર્યું હતું કે તેમની પણ જવાબદારી બને છે, બેદરકારી બદલ નોટીસ અપાઇ છે, રેકર્ડ અંગે ધ્‍યાને રાખવું જરૂર છે.

દરમિયાન આ ઘટના બન્‍યા બાદ રાજકોટ તાલુકાના તમામ ગામોનું રેવન્‍યુ રેકર્ડ ચૂંટણી પંચના માધાપર ચોકડી પાસે આવેલ વેર હાઉસ-ડેપો ખાતે ખસેડી લેવાયું છે, તેમજ ત્‍યાં ર૪ કલાક ટાઇટ સિકયુરીટી-એક સ્‍ટાફ-કર્મચારી પણ મૂકી દેવાયા છે.

તામીલ સંગમ

તમીલ સંગમ કાર્યક્રમ રાજકોટ ઉપરાંત સોમનાથ ખાતે યોજાનાર છે, આ બાબતે કલેકટરે જણાવેલ કે એપ્રીલની ૧પ પછી આ કાર્યક્રમ થશે, સૌરાષ્‍ટ્રમાંથી પોતે એક કલેકટર તાલીમનાડૂમાં વર્ષોથી રહેતા સૌરાષ્‍ટ્રવાસીઓને તામીલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપવા અંગે આજે બપોર બાદ મદૂરાઇ જઇ રહ્યા છે, જયાં રવિવારે કલેકટર પ્રધાનોની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય રોડ-શો અને પૂર્ણાહુતિ સમારંભ યોજાયો છે, આવો એક રોડ-શો ચેન્‍નાઇ ખાતે પૂર્ણ થયો છે.

હિરાસર એરપોર્ટ

હિરાસર એરપોર્ટ અંગે કલેકટરે જણાવ્‍યું હતું કે, એરપોર્ટ નડતરૂપ ૬ વીન્‍ડમીલ હટાવી લેવાઇ છે, હવે માત્ર એક બાકી છે. એપ્રોચ રોડ બનાવવા માટે બ્‍લાસ્‍ટીંગ કામ પૂર્ણ થયું છે, હવે એક વીકમાં રોડ બની જશે, બ્રીજ પણ બનાવવાનું શરૂ કરાયું છે.

ભૂગર્ભ ગટર ઘટના અંગે સફાઇ કામદાર આયોગના સિનિયર મેમ્‍બરને આવકારાયા

રાજકોટમાં ભૂગર્ભ ગટર સાફ કરવા સમયે બે વ્‍યકિતના કરૂણ મોત નીપજયા હતા, આ ઘટનાના ઘેરા પડઘા પડયા છે, અને તપાસ અર્થે તથા પત્રકારોને સંબોધન સંદર્ભે રાષ્‍ટ્રીય સફાઇ કામદાર આયોગના સિનિયર મેમ્‍બર શ્રી અંજનાબેન પવાર આજે બપોરે રાજકોટ આવતા તેમને પ્રોટોકોલ સંદર્ભે જીલ્લાકલેકટર અને પોલીસ કમિશ્‍નરશ્રીએ એરપોર્ટ ખાતે ખાસ આવકાર્યા હતા.

(3:22 pm IST)