Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

યુવા-કૃષિ, શિક્ષણ, મહિલા અને સમાજલક્ષી સમસંવેદન બજેટ

સૌ.યુનિ.ના સમાજ શાસ્ત્ર ભવનના સર્વેમાં વ્યકત થયેલ સ્ટાઇપેન્ડની વાત સ્વિકારાઇ : ર૭,પ૦૦ કરોડ શિક્ષણના વિવિધ સ્તરમાં રોકાણ કરવાની જાહેરાત ઐતિહાસિક કદમઃ પ્રો. ઝાલા

રાજકોટ, તા. ર૩ : ગુજરાત રાજયની સ્થાપના બાદ છ દાયકામાં આ સ્વરૂપની બજેટની કલ્પના જેમાં માનવીય ચહેરા સાથે સમ સંવેદના રહેલી હોય , આ બજેટની પ્રાદેશિક સમતુલિત દરેક વર્ગોની ખેવનામય કરનારૂ બજેટ કહી શકાય.

અલબત, ઔદ્યોગિક ક્ષેત્રને જો પ્રાધાન્યતા મળી હોત તો આ બજેટ સંપૂર્ણ હતું. તેમ યુનિ.ના સમાજશાસ્ત્ર ભવનના અધ્યાપ પ્રો. હરેશ ઝાલાએ જણાવ્યું છે.

આજ અને આવનારા દિવસો રાજયના વિકાસ માટેનું આ 'યુવા-કૃષિ મહિલા' બજેટ ગણાવી શકાય. સૌરાષ્ટ્ર યુનિ.ના સમાજશાસ્ત્ર ભવને જે સર્વે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ કરેલો તેમા, સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ અમુક મર્યાદામાં રહીને સ્ટાઇપેન્ડની વાત વ્યકત કરેલી, રાજય સરકારે આ બાબતને સહર્ષ સ્વીકારી તે માટે રાજય સરકારના આભારી છે. સર્વેની વાતને સ્વીકારવામાં આવી.

સર્વેમાં શૈક્ષણિક માળખા અને સુવિધાઓના સંદર્ભમાં વિદ્યાર્થીઓની જે માંગણી હતી તેનાથી વિશેષ 'ઐતિહાસિક' કદમ ભરીને શિક્ષણ માટે સૌપ્રથમ વાર ર૭,પ૦૦ કરોડ શિક્ષણના વિવિધ સ્તરમાં રોકાણ કરવા માટેની સરકારશ્રીએ જાહેરાત કરી છે. જે માત્ર વિદ્યાર્થી માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના  શિક્ષણ માટે, એક વિદ્યાકીય સૂર્યોદય છે.

સામાજિક ન્યાય અધિકારીતા અને આરોગ્ય-પરિવાર કલ્યાણ માટે ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનું જંગી બજેટ રાજય સરકારે નિર્ધારીત કરેલ છે. આજ બાબત સૌરાષ્ટ્ર યુનિ.ના વિદ્યાર્થીઓએ માંગણી કરેલ હતી. વિદ્યાર્થી માટે વર્કબુક, ટેબલેટ અને સાયન્સ સેન્ટરની જાહેાત એ વાસ્તવમાં 'સાન' યુકત  બજાર માટેની ક્રાંતિકારી  પહેલ ગુજરાતમાં સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે.

મેડીકલ સુવિધાઓમાં વધારો અને વિશેષ મહિલાની આરોગ્ય વિષયક સુવિધાઓનો વ્યાપ વધારવાની વિવિધ જોગવાઇઓનો આવનારા બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે.

જોકે, હજુ સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાં 'સમરસ' હોસ્ટેલ અને ગ્રંથાલયોની આવશ્યકતા અને લઘુઉદ્યોગોને કેન્દ્રમાં રાખવાની આવશ્યકતા હતી - છે. પૂરક બજેટમાં આ શકયતાઓ વિશે સરકારશ્રી વિચારણા કરશે તેમ એક યાદીમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ પ્રો. હરેશ ઝાલાએ જણાવ્યું છે.(૮.૭)

(11:44 am IST)