Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ઇ-ધરા તથા જનસેવાના ખાનગી ઓપરેટરોના પગારમાં જમ્પઃ સીધો ૧૦૭૦૦: કલેકટરનો નિર્ણય

પુરવઠાના ઓપરેટરોનો પગાર ૮૮૦૦ થવાની શકયતા.. :જામનગર-ભાવનગરની કંપની સાથે કોન્ટ્રાકટ ફાઇનલઃ પુરવઠાના ર૦ ઓપરેટરો અંગે હવે કરારનામુ

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ કલેકટરે તાજેતરમાં પટ્ટાવાળા-સિકયુરીટીમેન કે જેઓ આઉટ સોસીંર્ગથી ફરજ બજાવે છે તેમના નવા પગાર ધોરણ ફાઇનલ કર્યા બાદ હવે જનસેવા અને ઇ-ધરાના અને જનસેવા કેન્દ્રોના લગભગ રપ જેટલા ખાનગી ઓપરેટરોના પગારમાં પણ વધારો કરતો મહત્વનો  નિર્ણય લીધાનું સાધનોએ ઉમેર્યું હતું, તેમણે જણાવેલ કે આ ઓપરેટરોના પગારમાં લગભગ આ વખાતથી જમ્પ આવી જશે, કલેકટર અને જામનગર-ભાવનગરની કોન્ટ્રાકટ કંપની વચ્ચે આ અંગે કરાર કરી  લેવાયા છે, આ લોકોનો પગાર સીધો ૧૦૭૦૦ કરી દેવાયો છે, અને આ મહીનાથી પગાર લગભગ  આટલો મળે તેવી શકયતા છે.

દરમિયાન પુરવઠાના પણ ર૦ થી  વધુ ઓપરેટરોના પગારમાં વધારો આવી રહ્યાનું અને આ લોકોના પગાર કરતી કંપની ખુશ્બુ દ્વારા કલેકટર સાથે હવે કોન્ટ્રાકટર-કરાર ફાઇનલ કરાય તેવી શકયતા છે. આ લોકોના પગાર સંભવતઃ ૮૮૦૦ આસપાસ પહોંચી જશે, જો કે ઉપરોકત તમામ ઓપરેટરોના પગારમાંથી જીએસટી-પીએફ કપાવાની શકયતા વર્તુળો દાખવી રહ્યા છે.

(4:33 pm IST)