Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રાષ્ટ્રીય એવોર્ડ મેળવી રાજકોટના સ્કિન સ્પેશ્યાલીસ્ટ ડોકટરોએ અપાવ્યું રાજકોટને ગૌરવ

ડો.ભાવેશ દેવાણી- ડો પ્રિયંકા સુતરીયા-ડો. આશા માત્રાવડીયાને રાષ્ટ્રીય એવોર્ડ

 રાજકોટઃ સમગ્ર ગુજરાતના સ્કીન સ્પેશિયાલીસ્ટ એસોસીએશનના પ્રમુખ અને રાજકોટના જાણીતા  સ્કીન સ્પેશિયાલીસ્ટ  અને કોસ્મેટોલોજીસ્ટ એવા શ્રી ભાવેશ દેવાણી (મો. ૯૮૨૫૩ ૫૮૯૮૬) સેક્રેટરી ડો. પ્રિયંકા સુતરીયા (મો. ૯૦૯૯૯ ૪૪૨૧૧) તથા ખજાનચી ડો. આશા માત્રવાડીયાની  (મો.૯૪૨૬૨ ૨૫૫૨૬) સમગ્ર વર્ષ ૨૦૧૭ની ઉત્કષ્ટ કામગીરી બદલ તેઓની સમગ્ર ટીમને નેશનલ સ્કીન સ્પેશિયાલીસ્ટ એસોસીએશન દ્વારા કોચી ખાત ે યોજાયેલ  નેશનલ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય એવોર્ડ '' બેસ્ટ સાયન્ટિફિક એકટિવિટી અને ઇન્ટર્નલ એડમિનિસ્ટ્રેશન''  એનાયત થયેલ છે. સમગ્ર વર્ષ દરમ્યાન આ વર્ષે સ્કીન  સ્પેશિયાલીસ્ટ એસોસીએશન  ગુજરાત દ્વારા જાહેર જનતાની ચર્મરોગો પ્રત્યે જાગૃતિ વધે અને તેમાંથી કઇ રીતે બચી શકાય તે માટે '' સફેદ ડાઘની ગેરમાન્યતા વિષે જાગૃતિ  અભિયાન'' હાલ માં ફુગજન્ય ચેપના વધતા જતા પ્રમાણ માટે વિવિધ સંસ્થામાં સંવાદ તથા ચોપાનીયાનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, રકતપિત્ત વિષે જાગૃતિ અંગે રેડીયો ટોક, વિવિધ નિદાન કેમ્પોમાં સ્કીન સ્પેશ્યલીસ્ટ  તરીકે સેવા કાર્યો તેમજ સ્કીન સ્પેશ્યલીસ્ટ  ડોકટર્સ માટે વિવિધ વિષયો પર જાણકારી આપતા કાર્યક્રમોનું સ્ટેટ લેવલ પર આયોજન કરવામાં આવેલ. આ બધા જ કાર્યોના પરિણામરૂપે આ એવોર્ડ મેળવીને ડો. ભાવેશ દેવાણી અને તેમની સમગ્ર ટીમે રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટનું નામ ગુંજતું કર્યું  છે. આ તકે ગુજરાત સ્કીન સ્પેશ્યલીસ્ટ  એસોસીએશન પ્રમુખશ્રી ડો. ભાવેશ દેવાણી, સેક્રેટરી ડો. પ્રિયંકા સુતરીયા અને સમગ્ર ટીમ ગુજરાતના સર્વે સાથી સ્કિન સ્પેશ્યલીસ્ટ  અને જાહેર જનતાનો આભાર વ્યકત કરાયાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:04 pm IST)