Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

શેઠ ઉપાશ્રયના આંગણે આવશ્યકસુત્ર થીસીસ બુકનું વિમોચન

ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિજી આદિની નિશ્રામાં

રાજકોટ,તા.૨૩ : ગોંડલ સંપ્રદાયના એવા એક માત્ર સાધ્વી કે જેની પ્રેરણા અને સંપાદનથી આગમ પ્રકાશન થયુ તેવા અપૂર્વશ્રુત આરાધિકા પૂ.લીલમ ગુરુણીના સુશિષ્યા સમાધિભાવ આરાધિકા પૂ.રાજુલબાઈ મ.સ.ના સુશિષ્યા એવમ પૂ.રૂપાબાઈ મ.સ.ના લઘુભગિની ડો.પન્નાબાઈ મ.સ.એ આવશ્યકસુત્ર પર કરેલ પીએચ.ડી.ની થીસીસનું સંક્ષિપ્ત કરી પુસ્તક રૂપે આકાર આપેલ છે તેનું વિમોચન રવિવારે શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ એવમ શેઠ ઉપાશ્રય સ્થા.જૈન સંઘના ઉપક્રમે ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા. એવમ આદર્શ યોગીની પૂ.પ્રભાબાઈ મ.સ. તથા અખંડ સેવાભાવી પૂ.ભદ્રાબાઈ મ.સ.આદિ તથા રાજકોટ બિરાજીત સર્વે પૂ.મહાસતીજી વૃંદની નિશ્રામાં કરવામાં આવેલ હતું.

આ વિમોચનના પ્રસંગે સૌરાષ્ટ્રભરના સંઘોના પ્રમુખો- મંત્રીશ્રી તથા હોદેદારો અને જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા. આવશ્યકસુત્રની થીસીસ બુકનું વિમોચન ડો.બળવંતભાઈ જાની, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય તથા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ તેમજ દાતા જશવંતભાઈ જોબલીયા અને તુરખીયા પરિવારના હસ્તે કરવામાં આવેલ હતુ તેમજ લોકાપર્ણ વિધિ સર્વે સંઘોના પ્રમુખશ્રીઓના હસ્તે રાખવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ સંપ્રદાયમાં ડો.પન્નાબાઈ મહાસતીજી એસ.એન.ડી.ટી. કોલેજ મારફતે ડો.જાનીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. થાય છે. ગુજરાતી ભાષામાં આગમ પ્રકાશનમાં પણ ડોકટરેટ પૂ. સાધ્વીજીઓનો મહત્વનો ફાળો રહેલો છે.

આ પ્રસંગે તેજાણી અને અંબાવી પરિવારે ગાદીપતિ પૂ.ગિરિશમુનિજી મ.સા. એવમ અપૂર્વશ્રુત આરાધિકા પૂ.લીલમબાઈ મ.સ.ની માસિક પૂણ્યતિથિ નિમિતે પૂનમ અને અમાસના દિવસે સવારે ૮ થી ૯ જાપ આરાધાના કરાવવાની અનુમોદનાનો લાભ લીધેલ હતો. કાર્યક્રમનું સંચાલન હેમલભાઈ મહેતાએ કરેલ હતું.

 ગોંડલ સંપ્રદાય વતી ચંદ્રકાંતભાઈ શેઠ અને પ્રવિણભાઈ કોઠારી તથા સંઘ પ્રમુખોએ ડો.પૂ.પન્નાબાઈ મહાસતીજીને અભિવાદન પાઠવેલ હતુ. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ તથા ડોે.જાનીએ પ્રાસંગિક શુભેચ્છાઓ પાઠવી હતી. પૂ.અજીતાબાઈ મ.સ., પૂ.સુનીતાબાઈ મ.સ. તથા પૂ.સંગીતાબાઈ મ.સ.એ પ્રાસંગીક પ્રવચન ફરમાવેલ હતું.

ડો.પૂ. પન્નાબાઈ મહાસતીજીએ ઋણ સ્વીકાર કરીને પી.એચ.ડી.માટે અનુમોદના કરવા માટે સી.એમ.શેઠ તથા ડો.બળવંતભાઈ જાની તેમજ સહયોગી પૂ.મહાસતીજીઓનો આભાર માનીને પૂ. સાહેબ તથા પૂ.રાજુલબાઈ મહાસતીજીને પુસ્તક અર્પણ કરેલ હતું. વિમોચન પહેલા પૂ.મહાસતીજીઓએ રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘમાં તપસમ્રાટશ્રી ગુરૂદેવનાં સ્મૃતિ રૂમમાં તથા પૂ.સાહેબજીની સ્મૃતિ રૂમમાં પુસ્તક અર્પણ કરેલ હતા.

આ પ્રસંગે સર્વશ્રી પ્રવિણભાઈ કોઠારી, અશોકભાઈ મોદી, સુરેશભાઈ કામદાર, હરેશભાઈ વોરા, મેહુલભાઈ દામાણી, ડોલરભાઈ કોઠારી, પરેશભાઈ સંઘાણી, સુશીલભાઈ ગોડા, નટુભાઈ શેઠ, કમલેશભાઈ મોદી, મધુભાઈ શાહ, મનોજભાઈ ડેલીવાળા, ભરતભાઈ દોશી, મનહરભાઈ મહેતા, કનુભાઈ બાવીસી, માણેકભાઈ જૈન, કીરીટભાઈ શેઠ, રાજુભાઈ શાહ, નિતીનભાઈ દોશી, પારસભાઈ મોદી, શિરીષભાઇ બાટવિયા, બકુલભાઈ મહેતા વિગેરે તથા વોરા સમાજના અગ્રણીઓ યુસુફભાઈ વિગેરે ખાસ ઉપસ્થિત રહેલા હતા.

(3:52 pm IST)