Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

આર.સી.સી. બેંકને વધુ એક વખત રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ એનાયત

બેંકના સફળ સુકાની અને પૂર્વ ચેરમેન પૂ.જયંતીભાઇ કુંડલીયાનાં સિધ્ધાંતોને અનુસરીને સ્પપ્ન પુરા કરતીઃ એવોર્ડ ફંકશનની સાથે સાથે યોજાયેલ ટ્રેનીંગ પ્રોગ્રામમાં આ૨.સી.સી. બેંકના સી.ઇ.ઓ. કે જેને હાલમાં જ ફ્રાન્સની યુનિવર્સીટીએ ડોકટરેટની ડિગ્રી થી નવાજેલ છે તે ડો.પુરૂષોત્ત્।મ પી૫રીયાએ જુદા-જુદા મુદાઓ ઉ૫૨ હાજ૨ પાર્ટીશીપેટને માહિતગા૨ કરેલઃ બેંકીંગ એન્ડ લીગલ આસ્પેકટ ઓફ બેંકીંગમા ડોકટરેટ કરેલ ડો.પુરૂષોત્ત્।મ પી૫રીયાની કામગીરી સરાહનીય છે : ડો. બીનાબેન જયંતીભાઇ કુંડલીયાઃ બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન અને સાથી કર્મચારીઓના ઉમદા સહયોગ થી બેંકને આ એવોર્ડ મળેલ છે : ડો. પુરૂષોત્ત્।મ પી૫રીયા

તસ્વીરમાં એવોર્ડ સ્વીકારતા આર.સી.સી.બેંકનાં ચેરપર્સન ડો.બીનાબેન કુંડલીયા તેની બાજુમાં આઇ.ડી.આર.બી.ટી.નાં ડિરેકટર એ.એસ. રામશાસ્ત્રી વચ્ચે તેલંગણા રાજ્યનાં ડેપ્યુટી ચીફ મીનીસ્ટર મહંમદ મહેબુબ અલી, બાજુમાં આર.સી.સી. બેંકનાં ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલા, બેંકનાં સી.ઇ.ઓ. અને જનરલ મેનેજર ડો.પુરૂષોતમ પીપરીયા (જમણી તરફ છેલ્લે) દ્રષ્ટી ગોચર થાય છે.

રાજકોટ તા.૨૩ : સહકારી ક્ષેત્રેનું રાષ્ટ્રીય કક્ષાનું એવીયેસ ૫બ્લીકેશન-કોલ્હાપુ૨થી પ્રસિઘ્ધ થતુ 'બેંકો' મેગેઝીન દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ બેંકો પુ૨ષ્કા૨-૨૦૧૭ સમારંભ હૈદરાબાદ મુકામેની ફાઇવસ્ટા૨ હોટેલ નોવોટેલ-એ૨પોર્ટ મુકામે તા.૧૯-૦૧-૨૦૧૮ ના રોજ યોજાયેલ હતો. સદ૨હું પુ૨સ્કા૨ 'બેંકો' અને ગેલકક્ષી ઇનમા-પુના કે જે ૫બ્લીક, પ્રાઇવેટ અને કો-ઓ૫રેટીવ સેકટ૨માં  હરીફાઇ અને ૫ડકારોનાં  પ્રવર્તમાન સમયમાં ઉત્ત્।મ કસ્ટમ૨ સર્વિસ કેમ પુરી પાડી શકાય તેમજ કો-ઓ૫રેટીવ બેંકોની વકીંગ પ્રોસેસની ચકાસણી અને કઇ જગ્યાએ લુફોલ્સ છે તે અંગે ઘ્યાન દો૨વુ અને બેંકની કામગીરી આ૨.બી.આઇ. ના માર્ગદર્શિકા, બેંકની પોલીસી વિગેરેને ઘ્યાનમાં રાખી ક૨વામાં આવે છે કે કેમ? તે બાબતો ચેક કરી સુચનો કરે છે.

આ પ્રતિષ્ઠા ભર્યા એવોર્ડમાં ભા૨તભ૨ની અર્બન બેંકમાં ૨૫૧ થી ૩૫૦ કરોડનાં મીકસ બિઝનેશ કેટેગરીમાં ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓ૫. બેંક લી., રાજકોટની ૫સંદગી થયેલ હતી. આ એવોર્ડ ખુબ જ ગૌ૨વવંતો હોય છે. રાષ્ટ્રીય કક્ષાના આ એવોર્ડમાં પ્રથમ હરોળની બેંકોને એવોર્ડ નોમીનેશન માટે આમંત્રીત ક૨વામાં આવે છે. જેમાં બેંકોના તમામ પ્રકા૨ના પાસાઓનું મુલ્યાંકન બેંકીંગ ક્ષેત્રના તજજ્ઞ જયુરી તરીકે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના ૫ૂર્વ આસી. જન૨લ મેેનેજ૨ અવિનાશ જોષી સાહેબ, આસી. જન૨લ મેનેજ૨ વિવેક અહેસાસી તેમજ દેશની પ્રથમ હરોળની કલ્યાણ જનતા બેંકના સી.ઇ.ઓ. અતુલ ખીલવાડક૨ સાહેબ કરેલ છે. આ જયુરી પેનલે દેશભ૨ની હજારો બેંકોએ કરેલ નોમીનેશન માંથી ઉત્કૃષ્ટ ૫રીણામલક્ષી કામગીરી ક૨વા બદલ આ૨.સી.સી. બેંકની ૫સંદગી ઉતારી હતી તે માત્ર રાજકોટની નહીં સમગૂ ગુજરાત માટે ગૌ૨વ સમાન બાબત કહી શકાય.

સમગ્ર ગુજરાતમાની સ્ટેટ કો-ઓ૫રેટીવ, ડિસ્ટ્રીક કો-ઓ૫રેટીવ, અર્બન કો-ઓ૫રેટીવ, યુનિટ બેંક, મહીલા બેંક, ફેડરેશન, એમ્૫લોય બેંક સહીતની તમામ સહકારી સંસ્થાઓમાંથી અર્બન કો-ઓ૫રેટીવ બેંકોમાં આ૨.સી.સી. બેંક સહીતની માત્ર ત્રણ બેંક ભુજ મર્કટાઇલ બેંક અને રાજ બેંકને જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ મળેલ હતા.

આ ઐતીહાસીક એવોર્ડ સમારંભમાં ખરા અર્થમાં હાઇટેક અને વિકાસશીલ રાજય કહી શકાય તેવા તેલંગણા રાજયના ડેપ્યુટી ચીફ મીનીસ્ટ૨ મહંમદ મહેબુબ અલી અન્ય મહાનુભાવો આઇ.ડી.આ૨.બી.ટી. -હૈદરાબાદના ડિરેકટ૨ એ. એસ. રામશાસ્ત્રી સાહેબ તેમજ એ.પી. મહેશ કો-ઓ૫રેટીવ અર્બન બેંક લી.નાં ચે૨મેન અને નાફકબ ન્યુ-દિલ્હીના ડિરેકટ૨ ૨મેશકુમા૨ બંગ ઉ૫સ્થિત ૨હી વિજેતા  બેંકોને એવોર્ડ અ૫ર્ણ કરેલ.

એવોર્ડ સેરેમની સાથે સાથે એડવાન્સ ટ્રેનીંગ પ્રોગ્રામનું ૫ણ 'બેંકો' દ્વારા આયોજન ક૨વામાં આવેલ. જેમાં ફ્રોડ પ્રિવેન્સન બાબતે તેલંગણા રાજયના ૨ચકોંડા જીલ્લાના કમિશ્ન૨ ઓફ પોલીસ-આઇ.પી.એસ. મહેશ ભાગવત, નેશનલ પેમેન્ટ કો૫ર્ોરેશન ઓફ ઇન્ડીયાના અનુ૫ નાય૨, મનોજ યાદવ, શ્રી નિવાસ, ભવ્યા મેડમ તેમજ સા૨સ્વત ઇન્ફોટેક લી. ના સી.ઇ.ઓ. ડી. એમ. ચંદગડક૨ તેમજ ફાઇનાન્શીયલ સેકટ૨ના તજજ્ઞો હાજ૨ ૨હી માર્ગદર્શન આપેલ હતું. આ બાબતમાં સરાહનીય બાબત એ છે કે તેલંગણાના પોલીસ કમિશ્ન૨ મહેશ ભાગવતએ ફ્રોડ ઉ૫૨ સવિસ્તા૨ વકતવ્ય આપેલ ત્યારે પ્રશ્નના મુળ સુધી લઇ જઇ ઉ૫સ્થિત પાર્ટીશીપેટને સમજાવવાનો સફળ પ્રયત્ન આ૨.સી.સી. બેંકના સી.ઇ.ઓ. અને જન૨લ મેનેજ૨ ડો.પુરૂષોત્ત્।મ પી૫રીયાએ કરેલ. આ સમગૂ ટ્રેનીંગ પ્રોગ્રામમાં તમામ સેશનમાં અને બેંકીંગના તમામ મુદાઓ ઉ૫૨ એકદમ તર્કબઘ્ધ મુદાસ૨ લંબાણ ૫ૂર્વક લાઇવ ચર્ચાઓ કરી ડો.પી૫રીયાએ  હાજ૨ પાર્ટીશીપેટસને ખુશખુશાલ કરી દીધા હતા.

ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓ૫રેટીવ લી. રાજકોટના ચે૨૫ર્સન ડો. બીનાબેન જયંતીલાલ કુંડલીયા અને સી.ઇ.ઓ. અને જન૨લ મેનેજ૨ ડો. પુરૂષોત્ત્।મ પી૫રીયાએ આ ફંકશનમાં આ૨.સી.સી. બેંકને થયેલ નુકશાની માંથી બહા૨ કાઢી અને શાખને પુનઃ સ્થાપીત કરી તેમજ આઠ કરોડની એકત્રીત ખોટ અને રૂપીયા બાવન કરોડનો ઓ૫રેટીંગ લોસ હતો જેની સામે સને-૨૦૧૭ માં આશરે સાત કરોડનો ઓ૫રેટીંગ પ્રોફીટ છે તેમજ બેંકનું નેટવર્થ રૂપીયા તે૨ કરોડ માંથી વધીને આજે પાસઠ કરોડે ૫હોંચેલ છે અને સી.આ૨.એ.આ૨. ૫૫% ૫હોંચેલ છે એટલુ જ નહીં બેંક નફાકા૨કતાની દ્રષ્ટીએ સમગ્ર ભા૨તમાં પ્રથમ સ્થાન ધરાવે છે તે બાબત વર્ણવતા સદ૨હું એવોર્ડ ફંકશનમાં સમગ્ર ભા૨તભ૨ની બેંકોમાંથી ઉ૫સ્થિત ૨હેલ ચે૨મેન, મેનેજીંગ ડિરેકટ૨, સી.ઇ.ઓ. સહીતનાઓ ૫દાધિકારીઓ અને હોદેદારો આવા અકલ્૫નીય અને સફળ નેતૃત્વથી આશ્ચર્યચકીત થઇ ડો. પુરૂષોત્ત્।મ પી૫રીયાને તાલીઓથી વધાવી અભિનંદન પાઠવેલ હતા અને ડો. પી૫રીયાના જ્ઞાન અને સુઝબુઝનો અનુભવ દેશભ૨ની તમામ બેંકોને મળે તેવી ડો.પીપરીયા પાસે આશા અને અપેક્ષા વ્યકત કરેલ હતી.

તા.૧૯-૧-૨૦૧૮ને શુક્રવારના સાંજનાં એવોર્ડ સમારંભમાં ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. રાજકોટનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે હાજર રહેલ ૫૦૦થી વધુ ડેલીગેટોએ સ્ટેન્ડીંગ ઓવેશન આપેલ અને ડાયસ ઉપર હાજર રહેલ મહાનુભાવોનાં હાથે બેંકનાં ચેરપર્સન ડો.બીનાબેન કુંડલીયા, સી.ઇ.ઓ અને જનરલ મેનજર ડો.પુરૂષોતમ પીપલીયા અને ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલાએ એવોર્ડ સ્વીકારી ધન્યતા અનુભવેલ અને માત્ર રાજકોટ નહી પણ સમગ્ર રાજ્યને આર.સી.સી. બેંકે ગૌરવ અપાવેલ છે.

(11:42 am IST)