Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ગોકુળપરામાં સંગીતાબેન પરમાર પર નામચીન પિતા-પુત્રનો હુમલો

લક્ષ્મીબેન, દિપક અને સુરેશને પણ માર માર્યોઃ જીવણ ઉર્ફે ગુલીની ધરપકડઃ પુત્ર સિધ્ધાર્થ ઉર્ફે રઘાની શોધખોળ

રાજકોટ, તા,.૨૨: નવા થોરાળા ગોકુળપરામાં ભત્રીજા સાથે મશ્કરી કરવા બાબતે સમજાવવા ગયેલા વણકર મહિલા તથા તેની બહેન અને પુત્રને નામચીન પિતા-પુત્રએ હુમલો કર્યાની ફરીયાદ થોરાળા પોલીસમાં થઇ છે.

મળતી વિગત મુજબ નવા થોરાળા ગોકુળપરામાં શેરી નં. ૬ માં રહેતા સંગીતાબેન દેવજીભાઇ પરમાર (ઉ.વ.ર૩) નો ભત્રીજા મોહીતની સિધ્ધાર્થ ઉર્ફે રઘો જીવણ મકવાણાએ મશ્કરી કરી ખીજવતો હોઇ જે બાબતે સંગીતાબેન પરમારે સિધ્ધાર્થ ઉર્ફે રઘાને ઠપકો આપેલ હોઇ તેનો ખાર રાખી ગઇકાલે સંગીતાબેન પરમારને નામચીન જીવણ ઉર્ફે ગુલી મકવાણાએ આવી 'તે મારા દિકરા સિધ્ધાર્થને કેમ ઠપકો આપેલો' તેમ કહી જીવણ અને પુત્ર સિધ્ધાર્થે તેને માર મારતા તેને છોડાવવા માટે વચ્ચે પડેલા લક્ષ્મીબને, દિપક અને સુરેશને પણ ઢીકા પાટુનો માર માર્યો હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જે.જી.ચૌધરી તથા રાઇટર અશ્વીનભાઇએ જીવણ ઉર્ફે ગુલી મકાભાઇ મકવાણા (ઉ.વ.૪૯) (રહે. નવા થોરાળા-ગોકુળપરા-૬)ની ધરપકડ કરી હતી. (૪.૧૩)

(3:53 pm IST)