Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

બજેટ વેર વિખેર

કોર્પોરેશનનાં રપ અબજનાં બજેટમાં આવક બાજુએ ગાબડાની ભીતી

આર્થીક કરોડરજ્જુ સમાન વેરા આવકમાં ૩ મહીનામાં ૯૬ કરોડ કેમ ભેગા કરવા?: સાંસ્કૃતિક વિભાગનું બજેટ ડાયરાઓ-ઉત્સવોમાં અનેકગણું વપરાઇ ગયું: મોટાભાગની યોજનાઓ હજુ કાગળ ઉપર જ છે

રાજકોટ તા. રર :. મ્યુ. કોર્પોરેશનનું ચાલુ નાણાંકીય વર્ષ ર૦૧૭-૧૮ નાં રપ અબજનું બજેટ વેર-વિખેર થવાની ભીતિ ઉભી થતા તંત્ર વાહકોમાં ચિંતાનું મોજૂ પ્રસર્યુ છે. કેમ કે, આ વર્ષ ચૂંટણીને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉદઘાટનો અને ઉત્સવો યોજવા પાછળ અંદાજ કરતાં પણ અનેક ગણો ખર્ચ વધી ગયો છે.

જાણવા મળ્યા મુજબ આ વખતનું  કુલ રપ અબજનું બજેટ બનાવાયું છે. જેમાં કરોડોની મોટી - મોટી યોજનાઓનો સમાવેશ છે. અને આવક બાજૂએ મોટા ભાગે સરકારી ગ્રાન્ટ ઉપર જ આ યોજનાઓનો ખર્ચ કરવાનું આયોજન હતું.

પરંતુ સરકારી ગ્રાન્ટ, અંદાજ મુજબ મળતી નહી હોવાથી અનેક યોજનાઓ માત્ર કાગળ ઉપર જ છે જેમ કે લક્ષ્મીનગર નાલુ પહોળુ કરવાની યોજના ત્રિકોણ બાગમાં મલ્ટી લેવલ પાર્કીંગ, વોર્ડ નં. ૪ અને ૧૦ માં નવી હાઇસ્કુલો બનાવવા અને વોર્ડ નં. ૬ માં શાક માર્કેટ  સહિતની યોજનાઓ હજુ કાગળમાં જ છે.

દરમિયાન મ્યુ. કોર્પોરેશનની આર્થિક કરોડ રજૂ ગણાતી. મીલ્કત વેરાની આવકનો રપ૦ કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા ૯૬ કરોડ જેટલુ છેટૂ છે. હવે વર્ષ પૂર્ણ થવામાં ૩ મહીના બાકી છે.

ત્યારે આ લક્ષ્યાંક પુર્ણ કેમ કરવો ? તેની ચિંતા અધિકારીઓને સતાવી રહી છે.

આમ આ વર્ષે આવક-બાજુએ કરોડોનું ગાબડુ પડવાની ભીતિ સર્જાઇ છે. ત્યારે રિવાઇઝ'ડ બજેટમાં વેરા આવકનો લક્ષ્યાંક ઘટાડવો પડે તેવી સ્થીતી સર્જાઇ છે. (પ-રર)

આટલી યોજનાઓ કાગળમાં

*  લક્ષ્મીનગર નાલુ પહોળુ કરવાની યોજના.

* સામાકાંઠે શાક માર્કેટ બનાવવાની યોજનાં.

* ન્યુ રાજકોટમાં નવી હાઇસ્કુલો બનાવવાની યોજના.

 

(3:52 pm IST)