Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

રવિવારે સિંધી સમાજના સમુહ લગ્ન-જનોઇ

૧૧ નવયુગલ પ્રભુતામાં પગલા પાડશેઃ ૨૭ બાળકો યજ્ઞોપવિત ધારણ કરશેઃ દેવપ્રકાશજી આશીર્વચન પાઠવશેઃ રકતદાન કેમ્પ અને વ્યસનમુકિત કેમ્પ યોજાશે

રાજકોટઃ તા.૨૨, શ્રી અખિલ સોૈરાષ્ટ્ર સિંધી પંચાયત ફેડરેશન દ્વારા રાજકોટ શહેરમાં સિંધી સમાજનો ૨૮મો સમુહ જનોઇનું આયોજન ૨૪મીના રવિવારે કરવામાં આવેલ છે.  સિંધી સમાજના ૨૮માં સમુહલગ્નમાં ૧૧ નવયુગલ પ્રભુતામાં પગલા પાડશે. તેમજ ૨૭ બાળકોને યજ્ઞોપ વિત આપવાનું પણ આયોજન કરેલ છે.

 તા.૨૪ના રવિવારે શહેરની મધ્યમાં આવેલ જાગનાથ પ્લોટ શેરીનં.૫માં નંદવાણા બ્રાહ્મણ બોર્ડીગમાં (રામકૃષ્ણ આશ્રમ સામે) ખાતે આયોજીત સમુહ લગ્ન અને જનોઇમાં ઉલ્હાસનગરના સિંધી સમાજના સંત શિરોમણ સદગુરૂ શ્રી દેવપ્રકાશ મહારાજ હાજર રહી નવદંપતિ તથા સમુહ જનોઇમાં ભાગ લેનાર બાળકોને આર્શીવાદ આપશે. ઉલ્હાસનગરની જનતા જનાર્દન પરિસદ સંસ્થાનો આગેવાનો તેમજ સોૈરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી પણ અલગ અલગ સંસ્થા અને પંચાયતોના આગેવાન હોદેદારો હાજર રહી આર્શીવાદ આપશે.

આ આયોજનમાં સ્વામી શાંતી પ્રકાશ સમિતિ જનતા જનાર્દનનો આર્થિક સહયોગ મળેલ છે.  આ સાથે બલ્ડ ડોનેશન કેમ્પ અને વ્યસનમુકતી સમાજ કેમ્પનું પણ રાખેલ છે.  કરીયાવરમાં દિકરીઓને સોનાની વીટી, ગીની સહિત ૩૦ થી ૩૫ વસ્તુઓ આપવામાં આવશે.

તસ્વીરમાં સિંધી સમાજના આગેવાનો સર્વેશ્રી  બીલારામ પોપટાણી, શ્યામસુંદર ચહેરામણી, જગદિશ મેદાણા, પરષોતમભાઇ માટા, સુનિલ  બ્રીજલાણી, રાજુભાઇ હરીયાણી, જીવતરામ મોટવણી, મુરલીભાઇ, રવિ પાલાણી, વાસુભાઇ વાયવાણી, જીવતરામ મોટવણી, પરષોતમભાઇ યમનાણી, સુનીલ ટેમવાણી નજરે પડે છે.  (૪૦.૭)

(3:50 pm IST)