Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કાલે સૌરાષ્ટ્ર જનતા રાજકોટ સ્ટેશન ઉપર બે કલાક મોડી આવશેઃ એન્જીનીયરીંગ બ્લોક કારણભૂત

જામનગર-સુરત ઇન્ટરસીટી, મડગાંવ-હાપા અને અમદાવાદ પેસેન્જર ટ્રેનને પણ અસર

રાજકોટઃ લાખામાચી અને દલડી સેકશનમાં રેલ્વે ટ્રેકનું મેઇન્ટેન્સ કાર્ય ચાલુ હોવાથી આવતીકાલે તા.ર૩ મીના વ્હેલી સવારે ૩.૦પ થી ૭.૦પ વાગ્યા સુધી આ બન્ને સ્ટેેશનો વચ્ચે ટ્રેનની અવર-જવર બંધ રહેશે. જેને લઇને આવતીકાલથી સૌરાષ્ટ્ર જનતા (બાંદ્રા જામનગર) ર કલાક ૧૦ મીનીટ વિરમગામ - થાન વચ્ચે પડી રહેશે. જેને લઇને તેના નિયત સમય ૬.૪પ ના બદલે ૮.૪પ વાગ્યે રાજકોટ સ્ટેશન ઉપર આવશે. આવી જ રીતે જામનગર-સુરત ઇન્ટરસીટીને ૩૭ મીનીટ રાજકોટ-વાંકાનેર વચ્ચે રોકી રખાશે. મડગાંવ-હાપા સુપરફાસ્ટ એકસપ્રેસ  આજે વિરમગામ-થાન વચ્ચે ૩પ મીનીટ રોકી દેવાશે. ઓખા-અમદાવાદ પેસેન્જર રાજકોટ-દલડી સ્ટેશન વચ્ચે ૧ કલાક ૧પ મીનીટ રોકી રખાશે.

(3:49 pm IST)