Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

દાઉદી વ્હોરા લોકો પાંચ દિવસીય 'અપલિફટ' ડ્રાઇવમાં અન્યોને મદદરૂપ થવા એકસાથે આગળ આવ્યા

૬પ૦ થી વધુ ભારતના નગરો, શહેરો અને આંતરરાષ્ટ્રીયસ્તરે પરિવારોના હજારો લોકોને મદદ કરવાનો મુખ્ય હેતુ

રાજકોટ, તા. રર : સમાજની સ્વસ્થતા અને વાઇબ્રન્સી મૂળભૂત જરૂરીયાતો જેમકે, ભોજન, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, પીવાનું પાણી, સેનિટેશન અને એફોર્ડેબલ હાઉસીંગની ઉપલબ્ધતા અને સરળતા સુનિશ્ચિત થાય એ જરૂરી હોય છે. આ સોશીયો-ઇકોનોમિકસ એસેન્શિયલ્સ સાથે દાઉદી વ્હોરા સમુદાય એકસાથે મળીને તેના ત્રીજા વર્ષિક પાંચ દિવસીય અપલિફટમેન્ટ ડ્રાઇવનો પ્રારંભ ગઇકાલથી થયો છે જેનો હેતુ સમુદાય સહિત સમાજના સભ્યોની સુખાકારીમાં સુધારો કરવાનો છે.

ગત મહિને પ્રોફેટ મોહમ્મદના જન્મદિનથી આ અંગે તેમના દ્વારા અપાયેલા ઉપદેશ મુજબ કે, અન્યોને કે જેઓ ગરીબ છે, પછાત છે તેમના પ્રત્યે ઉદારતા દાખવવી એ જ ડ્રાઇવનો મુખ્ય હાર્દ છે. વિશ્વભરમાં પછાત લોકોને ગરીબ લોકોને ભોજન વિતરણ હિત, જેમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ, રસીકરણ અને આંખ તથા દાંતના ચેકઅપની સુવિધાઓ રખાઇ છે આવુ બનવું કદાચ સદ્ભાગ્ય જ ગણાય કે જયારે લોકો વિશ્વભરમાં ગૂડવિલની આપલે કરે છે અને ફેલાવો કરે છે ત્યારે જ અપલિફટમેન્ટ ડ્રાઇવનું આયોજન થયું છે.

ર ૧૦૦૦થી વધુ કમ્યુનિટી અધિકારીઓ અને સભ્યો કે જેમાં ધર્મગુરૂઓ અને કમ્યુનિટી પદાધિકારીઓ, ડોકટર્સ, વકીલો, એન્જિનિયર્સ, આર્કિટેકટ્સ, બિઝનેશમેન, હોમમેકર્સ અને વિદ્યાર્થીઓ ભારતના ૪પ૦થી વધુ નગરો અને શહેરોમાંથી અને વિદેશોના ર૦૦ શહેરોમાંથી સામેલ થઇ રહ્યા છે.  સમાજના પ્રાઇમરી એજયુકેશનલ ઇન્સ્ટીટયુટ અલજામીયા તુસ સૈફિયાહના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વિશાળ સ્વયંસેવકોનું જૂથ બનાવ્યું છે તેઓ સાથે મીને સમુદાયના લોકોની મૂળભૂત જરૂરીયાતો કે જે ખાસ કરીને દાઉદી વ્હોરા સમુદાયના વડા અને પ૩મા અલ-દાઇ-મુતલાક હિઝ હોલીનેસ ડો. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન જે બાબતો પર ભાર મૂકે છે તેના માટે કાર્યરત બનશે.

આ અંગે જોહર કાર્ડસવાળા શેખ યુસફઅલીએ જણાવ્યું હતું કે, મુંબઇ ખાતે સન્માનીય પિતા હિઝ હોલીનેસ ડો. સૈયદાના મોહમ્મદ બુરહાનુદ્દીનની પુણ્યતિથિ પ્રસંગે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને સમુદાયના લોકોને પોતાના ઉપદેશમાં અપલિફટમેન્ટ ડ્રાઇવ માટે સમય આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં જેમાં તેમણે ખાસ સમુદાયના બિઝનેસમેન અને પ્રોફેશનલ્સને કરી હતી કે જેથી જેઓ પોતાના માટે કરી શકે તેમ ન હોય એવા લોકો માટે મકાનો બનાવી શકાય. વધુમાં તેમણે યુવા પેઢીમાં પર્સનલ કાઉન્સેલિંગ કરીને સેનિટેશન વિશેની જાગૃતિ વધુમાં વધુ ફેલાવવા અંગે જણાવ્યું હતું.

જયારે સમુદાયના પ્રવકતાએ કહ્યું હતું કે, અપલિફટમેન્ટ ડ્રાઇવ એ હિઝ હોલીનેસના વિવિધ શહેરો અને ગામોમાં પ્રવાસોનું ડાઇરેકટ પરિણામ છે જેમાં સમાજના કેટલાક લોકોની જીવનશેલી અયોગ્ય હોવાનું નિહાળ્યું હતું. તેમણે કહ્યું હતું. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરો જ નહીં પણ નાના નગરો જેમકે જામનગર, મોરબી, માંડવી, ભરૂચ, કેનમાલ, પાટણ, વાપી અને સિદ્ધપુરને પણ અપલિફટમેન્ટ ડ્રાઇવ અંતર્ગત આવરી લેવામાં આવશે.

સિડનીથી આવેલા મેડિકલ સ્ટુડન્ટ યુસુફ નજમીએ સુરતમાં અને તેની આસપાસના સાત ગામ વિસ્તારો તેના મલેશિયાથી આવેલા બે કઝીન્સ સાથે મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું  કે આપણા સમાજમાં ડાયાબિટીસ અને અન્ય જીવનશૈલી સંબંધિત બીમારીઓ અંગે લોકોમાં વધુ જાગૃતિ ફેલાવવા માટે સૈયદના ભાર આપી રહ્યા છે. મને લાગે છે કે, આ અપલિફટમેન્ટ ડ્રાઇવ માત્ર એક પ્રસંગ નહીં પણ મારા માટે અન્યોને મદદ કરવાની મેડિકલ ટ્રેનીંગ ઉપરાંત એક વ્યકિત તરીકે અનેક લોકોની મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવવાની તક છે. સૈયદનાના આ પ્રયાસથી સ્વયંસેવકો અને અન્યો કે જેઓ સેવા આપી રહ્યા છે બંન્ને અપલિફટ થશે.

એક મોબાઇલ એપ પણ ખાસ વિકસિત કરવામાં આવી છે જેનાથી સ્વયંસેવકોને જરૂરી સુચનાઓ મોકલવામાં આવશે અને સાથે નેટવર્ક અને ફિડબેક સિસ્ટમને મજબૂત બનાવાશે. આનાથી પાંચ દિવસના કાર્યક્રમ પછી જરૂરી ફોલોઅપ્સ માટે પણ મદદ મળશે. તેમ શેખ યુસુફઅલી (જોહર કાર્ડસવાળા)એ જણાવ્યું હતું.

(3:49 pm IST)