Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈને મળતાં ગુણુભાઈ

રાજકોટ : સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ દિલ્હીમાં દેશના ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકૈયાનાયડુ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને સરગમ કલબના આગામી કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. ગુણવંતભાઈ ડેલાવાળા(મો.૯૮૨૪૦ ૪૦૮૮૯)એ વડાપ્રધાન મોદીને ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભવ્ય વિજય મેળવવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.

સરગમ કલબના આગામી જાન્યુઆરી માસના ભવ્ય કાર્યક્રમ અંગે મહાનુભાવોને આમંત્રણ આપવા ગુણવંતભાઈ ડેલાવાળા દિલ્હી ગયા હતા. તેઓ સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા.

નરેન્દ્રભાઈ મોદીએ તેમને સરગમ કલબની પ્રવૃતિઓ વિશે પૂછયું હતું અને ખુશી વ્યકત કરી હતી. નરેન્દ્રભાઈએ ગુણવંતભાઈને સારા આરોગ્ય માટે શુભેચ્છા પણ આપી હતી. આ મુલાકાત સમયે રાજકોટના સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

 આ પછી ગુણવંતભાઈ ડેલાવાળા ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકૈયાનાયડુને મળ્યા હતા અને ૨૮મી જાન્યુઆરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતુંૅ. આ આમંત્રણનો ઉપરાષ્ટ્રપતિએ સહર્ષ સ્વીકાર પણ કર્યો હતો. વૈંકૈયાનાયડુએ પણ સરગમ કલબ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી અને ૧૮ હજાર સભ્યો હોવાનું જાણીને આશ્ચર્ય વ્યકત કર્યું હતું.

દિલ્હીમાં ગુણવંતભાઈ ડેલાવાળાએ કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયા તથા સંસદસભ્ય પરેશ રાવલ સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને પણ આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત સંસદ સભ્ય શત્રુધ્નસિંહને પણ તેઓ મળ્યા હતા.

હાલમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હોવાથી બધા નેતાઓ દિલ્હીમાં હાજર જ હતા તેથી અનેક સાથે મુલાકાત થઈ હતી તેમ ગુણવંતભાઈએ જણાવ્યું છે. તેઓ સંસદભવન પણ ગયા હતા અને ગાંધીજીની વિશાળ પ્રતિમાના દર્શન કર્યા હતા.

(3:36 pm IST)