Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

'ગુદડી કા લાલ' વિદ્યાર્થી સત્કાર સમારોહ

ક્ષત્રિય નેશનલ ફાઉન્ડેશન (રાજકોટ) દ્વારા નવતર સરસ્વતી સન્માન :ધો. ૧ થી ૮ ના માત્ર સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સ્વાભિમાન યુકત સન્માન

રાજકોટ, તા. ૨૨ :. હકારાત્મક વિચારો અને હકારાત્મક અભિગમ કેળવોના સૂત્ર સાથે કામ કરતી રાજકોટની ક્ષત્રિય નેશનલ ફાઉન્ડેશન દ્વારા 'ગુદડી કા લાલ' (ચીંથરે વીંટેલુ રતન) વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન રવિવાર તા. ૭ જાન્યુઆરીના રોજ બપોરના અઢી વાગ્યે અરવિંદભાઈ મણિયાર હોલ જ્યુબેલી ગાર્ડન રાજકોટ ખાતે કરેલ છે.

ક્ષત્રિય નેશનલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં માત્રને માત્ર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરતા ૧ થી ૮ ધોરણના રાજપૂત ક્ષત્રિય સમાજના દિકરા-દિકરીઓને સન્માન કરવાનો અદભુત કાર્યક્રમ આયોજીત કરેલ છે.

રાજપુત ક્ષત્રિય સમાજના ખરાઅર્થમાં ચીંથરે વિંટલાયેલા રતનોના સ્વાભિમાનયુકત સન્માન કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં હાજર રહેવા સંસ્થાના પ્રમુખ ક્રિપાલસિંહ બી. રાણા (સદાદ), પૃથ્વીરાજસિંહ  જી. જેઠવા (મોરાણા), દિગ્વિજયસિંહ એન. વાઘેલા (ધીંગડા), શકિતસિંહ આર. વાઘેલા (ભાડેર), રાજવીરસિંહ એલ. જાડેજા (વડાળી)એ આમંત્રણ પાઠવેલ છે.

વિશેષ વિગતો માટે મોબાઇલ નંબર ૯૭૧૪૦-૯૮૫૯૭, ૯૯૨૫૬-૦૦૯૦૦, ૯૯૭૯૫-૯૮૯૯૯, ૯૮૨૫૫-૪૫૦૫૬ ત્થા ૯૩૭૪૮-૦૦૦૦૯ ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયા છે.

(3:36 pm IST)