Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જિલ્લા બેંકના વહીવટથી રાજસ્થાન સરકારના પ્રતિનિધિઓ પ્રસન્ન

રાજકોટ, તા. ૨૨ :. રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજરશ્રી વી.એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ સાંસદશ્રી પોરબંદર તથા વાઈસ ચેરમેનશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સુદ્રઢ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે. બેંકના ચેરમેન તરીકે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના કુશળ વહીવટના કારણે નાબાર્ડે પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી પ્રભાવિત થઈ દેશની તમામ સહકારી બેન્કના સંચાલકોની શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓને અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનુ અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડૂતોના વિકાસલક્ષી  પ્રવૃતિ કરે તેવા નાબાર્ડની અભિગમના ભાગરૂપે રાજસ્થાનના સહકાર ખાતાના આસિ. રજીસ્ટ્રારશ્રી જી.એલ. બુનકરના વડપણ હેઠળ રાજસ્થાન સરકારના કો-ઓપરેટીવ ડીપાર્ટમેન્ટના મીનીસ્ટરીયલ સ્ટાફે શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.ની તા. ૨૦-૧૨-૨૦૧૭ના રોજ મુલાકાત લઈ બેંકની વિવિધ પ્રવૃતિઓનો અભ્યાસ કરેલ હતો. રાજસ્થાન સરકારના કો-ઓપરેટીવ ડીપાર્ટમેન્ટનો મીનીસ્ટરીયલ સ્ટાફ આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી, બેંકની મુખ્ય કચેરીમાં ૨૪ કલાક ૩૬૫ દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના ૧૦.૦૦ વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઈ ખૂબ જ પ્રભાવિત થયેલ અને આ બેંકના ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડીયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજમેન્ટને ધન્યવાદ આપેલ હતા.

(11:43 am IST)