Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વોર્ડ નં. ૩ ના ક્રિષ્ના પાર્ક-લોર્ડ ક્રિષ્ના વિસ્તારમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ

કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાના પ્રયત્નો સફળ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૩ નાં વિકસતા વિસ્તાર એવા રેલનગરમાં આવેલ ક્રિષ્નાપાર્ક અને લોર્ડ ક્રિષ્નાં સોસાયટીમાં સૌ પ્રથમ લત્તાવાસીઓ દ્વારા રોડ રસ્તાની સમસ્યા ખૂબ વિકટ હતી ત્યારે જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા આ સોસાયટીમાં અનુક્રમે પોતાની ગ્રાન્ટ માંથી પ્રથમ મેટલીંગ કરાવવામાં આવી હતી. ત્યારબાદ આજે આ બંન્ને સોસાયટીની ઇન્ટરનલ શેરીઓ અને મુખ્ય રોડનાં સાઇડનાં પડખામાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી પેવીંગ બ્લોક નાખવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બંન્ને સોસાયટીનાં સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાનો આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગાયત્રીબા વાઘેલાની સાથે વિસ્તારનાં સ્થાનિક આગેવાનો નયનાબા સરવૈયા, ભાવનાબેન, અપર્ણાબેન, લીલાબા, આરતીબેન, પલ્લવીબેન મીરાણી તેમજ ભરતસિંહ સરવૈયા, મીતેષભાઇ, રાજુભાઇ, દિપકભાઇ, હિતેષભાઇ કોમલબેન ગઢવી, ક્રિષ્નાબેન, લીલાબા, જયશ્રીબેન, હર્ષાબેન સોની, ધનુબા, તુલસી, લાલભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(3:21 pm IST)