Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જુદી જુદી રકમના બે ચેક રિર્ટનના કેસમાં બે કારખાનેદાર ભાઇઓ સામે ફરીયાદ

રાજકોટ તા.રર : રાજકોટના કોટડાસાંગાણી રોડ ઉપર અવોલ જે.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 'ઓમ ટેકનોકાસ્ટ'ના નામથી રાજદીપભાઇ પ્રવિણભાઇ સોજીત્રા પાર્ટનર દરજજે સી.આઇ. કાસ્ટીંગનું મેન્યુફેકચર કરે છે તેઓની પેઢીમાંથી બન્ને ભાઇઓએ માલ ખરીદ કરેલ હતો. જેમાં દિલીપ નાથા વાગડીયા 'શીવધારા એન્જીનયર્સ એન્ડ ઇન્ટ્રુમેન્ટ' ના નામથી દિન દયાળ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, શેરી નં. ૭, આજી ડેમ ચોકડી પાસે, રાજકોટ ખાતે ધંધો કરતા હોય તેમણે લીધેલ માલની બાકી રહેતી રકમ રૂા.ર,૯૯,૧૩૮, અંકે રૂપિયા બે લાખ નવાણું હજાર એકસો આગણત્રીસ ચુકવવા તેમણે તેમની પેઢીના ખાતા વાળી બેંક ઓફ ઇન્ડીયા, ભકિતનગર બ્રાંચ, રાજકોટનો ઉપરોકત રકમનો ચેક આપેલો હતો જે રિર્ટન થતા અદાલતમાં ફરીયદા થયેલ છે.

આ કામે સંજય નાથા વાગડીયા 'ખુશી એન્ટરપ્રાઇઝ'ના નામથી લાભદીપ સોસાયટી, શેરી નં.૩ મવડી ચોકડી પાસે, રાજકોટ ખાતે ધંધો કરતા હોય તેમણે લીધેલ માલની બાકી રહેતી રકમ રૂા.ર,૧૮,ર૭૧ અંકે રૂપિયા બે લાખ અઢાર બસ્સો એકોતેર ચુકવવા તેમણે પોતાના ખાતાવાળી યશ, બેંક, લોઠડા બ્રાંચ, રાજકોટનો ઉપરોકત રકમનો ચેક આપેલો હતો.

ઉપરોકત બંને ભાઇઓએ આપેલ એક ફરીયાદીએ તેમની પેઢી 'ઓમ ટેકનોકાસ્ટ'ના ખાતાવળી બેંક ઓફ બરોડા, આજી ઇન્ડસ્ટ્રીયલ એરીયા બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું બન્ને ચેક બિન ચુકતે પરત ફરેલ. આમ ફરીયાદી પેઢીએ આ બન્ને ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના બંને આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા રકમ ન ચુકવતા ફરીયાદી પેઢીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ આ કામના અને બંને ભાઇઓ દિલીપ નાથા વાગડીયા તથા સંજય નાથા વાગડીયા સામે રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરતા નામદાર કોર્ટે બન્ને ભાઇઓને સમન્સ ઇસ્યુ કરી હાજર થવા હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી પેઢી તરફે વકીલ અતુલ સી.ફળદુ તથા અજય કે. જાધવ રોકાયેલ છે.

(4:20 pm IST)