Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

૧પ સ્કુલોને ફાયર સેફટી માટે આખરી નોટીસ

૧પ૦ સ્કુલો પૈકી ૧પમાં હજુ સુધી ફાયર સેફટીનો અભાવ જોવા મળતાં સ્કુલ 'સીલ' કરવા સુધીનાં પગલા અંગે નોટીસો

રાજકોટ તા. રર :.. મ.ન.પા. દ્વારા શહેરમાં આવેલી ૯ મીટરથી વધુ ઉંચી બિલ્ડીંગ ધરાવતી સ્કુલોમાં ફાયર સેફટીનાં સાધનો લગાવાયા છે કે કેમ ? તેનો સર્વે કરવામાં આવતા આ ૧પ૦ પૈકી ૧પ સ્કુલોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળતાં આ સ્કુલોને  મ.ન.પા.નાં ફાયર બ્રીગેડ વિભાગ દ્વારા આખરી નોટીસો અપાઇ છે.

આ અંગે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગનાં સુત્રોમાં જણાવાયા મુજબ ૯ મીટરથી વધુ ઉંચાઇ વાળી બિલ્ડીંગ ધરાવતી સ્કુલોમાં નિયમ મુજબ ફાયર સેફટી સાધનો ફરજીયાત છે.

આથી આ બાબતે શહેરની ૧પ૦ જેટલી સ્કુલોમાં ફાયર સેફટીનો સર્વે કરાયેલ જેમાંથી ૧પ સ્કુલોમાં ફાયર સેફટી સાધનો નહી હોવાનું ખૂલતાં આ સ્કુલોનાં સંચાલકોનો ફાયર સેફટી સાધનો નાખવા અંગે તાકીદ કરતી આખરી નોટીસો આપી દેવાઇ છે.

આ નોટીસ પછી પણ જો ફાયર સેફટી સાધનો નહી હોય તો સ્કુલ બિલ્ડીંગ 'સીલ' કરવા સુધીનાં પગલા લેવાની જોગવાઇ છે.

(3:54 pm IST)