Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

આજે પવિત્ર દિવસોનો યાદગાર શુભ સમન્વય

વસંત પંચમી, શ્રી પંચમી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીની જયંતી, ગાયત્રી પરિવારના સંસ્થાપક પંડિત રામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મદિનની પણ ઉજવણી

રાજકોટઃ ભારતીય સંસ્કૃતિની છ ઋતુઓનો રાજા ગણાતા વસંત પંચમીના પવિત્ર દિવસે અન્ય યાદગાર દિવસોનો પણ શુભ સમન્વય સર્જાયો છે... વસંત પંચમીથી પ્રકૃતિનું રમણીય રૂપ સોળે કળાએ ખીલી ઉઠે છે.

આજે વસંત પંચમીની સાથે સાથે જ શ્રી પંચમી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીની જયંતી અને ગાયત્રી પરિવારના સંસ્થાપક પંડિત રામ શર્મા આચાર્યજીના જન્મોત્સવની પણ ભાવભીની ઉજવણી થઇ રહી છે.

માનવામાં આવે છે કે, શ્રી સરસ્વતી માતાની ઉપાસના માટે આજનો દિવસ સર્વશ્રેષ્ઠ છે... એવી જ રીતે પુસ્તકોના પૂજનનું પણ અનેરૂ મહત્વ સમાયેલુ છે.

અત્રે નોંધનીય છે કે, સ્વામિનારાયણ ભગવાન દ્વારા સ્વહસ્તે લખાયેલા ગ્રંથ ર્સવજીવ હિતાવહ શિક્ષાપત્રીની ૧૯૨મી જયંતિ નિમિતે દરેક સ્વામિનારાયણ મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયુ છે.

વડતાલ ખાતે સવંત ૧૮૮૨ના વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણે ૨૧૧ શ્લોકમાં માર્ગદર્શન આપવા આપેલી માર્ગદર્શિકાનું નામ શિક્ષાપત્રી છે.(૧.૬)

(11:48 am IST)