Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

મુખપાઠ સ્પર્ધામાં મોદી સ્કુલ ચેમ્પીયન

 રામકૃષ્ણ આશ્રમ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી મહોત્સવ નિમિતે યોજાયેલ અંગ્રેજી મુખપાઠ સ્પર્ધામાં મોદી સ્કુલમાંથી ધો.૧ થી ૮ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાળકોએ ભાગ લઇ અંગ્રેજીમાં સ્વામી વિવેકાનંદજીના વિચારો રજુ કર્યા હતા. અભિનય સાથે વકતવ્યમાં મોદી સ્કુલ અંગ્રેજી માધ્યમના ધો.ર અંગ્રેજી માધ્યમમાં સંઘવી દર્શ તેજસભાઇએ દ્વિતીય સ્થાન, ધો.૩ ગુજરાતી માધ્યમમાં કપુપરા વાસુ હરેશભાઇએ દ્તિીય સ્થાન ધો. ૪ અંગ્રેજી માધ્યમાં પલાણી હિરાંસી ધવલભાઇએ તૃતીય સ્થાન ધો.૮ અંગ્રેજી માધ્યમમાં મજેઠીયા આષ્ના અમિતભાઇએ તૃતીય સ્થાન ધો.ર ગુજરાતી માધ્યમમાં સોલંકી કાવ્યા નીમેશભાઇએ ચતુર્થ સ્થાન, ધો.ર અંગ્રેજી માધ્યમમાં દેસાઇ જૈનમ નીરેનભાઇએ પાંચમુ સ્થાન, ધો.૩ અંગ્રેજી માધ્યમમાં માયાણી ખ્યાતી સંજયભાઇએ પાંચમુ સ્થાન, ધો.૪ ગુજરાતની માધ્યમમાં અમેઠીયા સમીત સંજયભાઇએ પાંચમું સ્થાન મેળવેલ. કુલ ૧ થી પ સ્થાનમાં મોદી સ્કુલના કુલ ૮ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી અંગ્રેજી મુખપાઠ સ્પર્ધામાં જનરલ ચેમ્પીયનશીપ મેળવી હતી.

(3:51 pm IST)