Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

કુંડલીયા કોલેજમાં સોફટ સ્કીલ અંગે સેમીનાર

 અભ્યાસની સાથે-સાથે વિદ્યાર્થીઓમાં જરૂરી સોફટ-સ્કીલ ઉમેરાય તેવા અન્યાયથી શ્રીમતિ જે. જે. કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગાર્ડી વિદ્યાપીઠના સહયોગથી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટસ તથા કોમર્સના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલશ્રી ડો. યજ્ઞેશભાઇ જોષી એ સ્પર્ધાત્મક યુગ વિષે વિદ્યાર્થીઓને સજાગ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉદીશા કલબના કો-ઓર્ડીનેટર પ્રા. મહેશભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યા હતા અને આભારવિધિ પ્રા. હિમાંશુ રાણિંગાએ કરી હતી.

(3:36 pm IST)