Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા રવિવારે ડીઝીટલ માધ્યમથી હેલ્ધી બેબી સ્પર્ધા

રાજકોટ તા. ૨૧ જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા સતત ૧૨ માં વર્ષે હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન કરાયુ છે.

તા. ૨૬ ના રવિવારે હોટલ રંગોલી પાછળ, મોટામવા ખાતે ડીઝીટલ માધ્યમથી યોજવામાં આવનાર આ કોમ્પીટીશનમાં (૧) કયુટ બેબી, (ર) ફેન્સી બેબી, (૩) ટવીન્સ બેબી, (૪) મેચીંગ ડ્રેસીંગ મોમ વીથ બેબી એમ ચાર કેટેગરીઓ રાખવામાં આવી છે.

તા. ૧૦ ના રવિવારે પરિણામ જાહેર થશે. જેમાં દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વીતીય, તૃતીય વિજેતા જાહેર કરાશે. દરેક ભાગ લેનાર બાળકને મેડલ તથા સર્ટીફીકેટ અપાશે.

ભાગ લેવા ઇચ્છુકોએ રૂ.૧૦૦ એન્ટ્રી ફી ભરવાની રહેશે. મો.૯૮૨૫૩ ૧૪૪૪૩ ઉપર પેટીએમ દ્વારા અથવા મો.૯૮૨૫૯ ૧૩૧૨૨ ઉપર ગુગલ પે દ્વારા એન્ટ્રી ભરી શકાશે. જેનો સ્ક્રીનશોટ લઇ એ જ નંબર ઉપર મોકલી દેવાથી રજીસ્ટ્રેશન થઇ જશે.

ભાગ લેનાર બાળકનો ૧ મીનીટનો વીડિયો તૈયાર કરી વીડિયો કલીપ તથા ૧ ફોટો મો. ૯૫૩૭૨ ૦૧૩૭૭ ઉપર તા. ૨૬ સુધીમાં મોકલી આપવાનો રહેશે.

વધુ માહીતી માટે જેસીઆઇના અશ્વિન ચંદારાણા મો.૯૮૨૫૩ ૧૪૪૪૩, ક્રિના માંડવીયા મો.૯૫૩૭૨ ૦૧૩૭૭, પ્રતિક દોશી મો.૯૭૧૨૪ ૮૪૫૬૮, મધુ સોની મો.૭૬૦૦૫ ૩૦૬૯૦, ઉડાન સ્કુલ મો.૯૯૦૫૧ ૯૯૦૮૧ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા પ્રેસીડેન્ટ ક્રીના માંડવીયા, પ્રતિક દોશી, અશ્વિન ચંદારાણા, મનીષ પલાણ, વિશાલ પંચાસરા, મધુ સોની, શીલુ ચંદારાણા, હેતલ દોશી, મૌલીક માધાણી, ચેતન પાલા, નીશીત જીવીરાજાની વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં માહીતી રજુ કરી રહેલ ક્રિના માંડવીયા, જલ્પા રાડીયા, ફીરોઝ કારીયા, ભારતી વણઝારા, નીશીત જીવરાજાની, અચુત તાળા વગેરે નજરે પડે છે.

(4:02 pm IST)