Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

જામનગર રોડ જકાતનાકા સામે આવેલા 'જુણેજા હોલ'નું ગેરકાયદે બાંધકામ ૩૦ દિવસમાં દૂર કરવા કોર્ટનો આદેશ

વાદી પૈઢી દ્વારા થયેલ દાવો મંજુર : પ્રતિવાદી વિરૂધ્ધ કાયમી મનાઇ હુકમ ફરમાવ્યો

રાજકોટ, તા. ર૧ : રાજકોટના રેવન્યુ સર્વે નં. ૪૯૮/ર નાં બીનખેડવાણ પ્લોટસ પૈકી પ્લોટ ન઼. (ર) ની જમીન ચો.વા.આ. પ૮૩-૩-૦ ઉપર કરી લેવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ (કે જે. હાલ જુણેજા હોલ થી ઓળખાય છે. તે બાંધકામ) અન્વયે વાદીની તરફેણમાં પ્રીતવાદી વિરૂધ્ધ કાયમી મનાઇ હુકમ ફરમાવી આવુ઼ બાંધકામ પ્રતિવાદીઓ દિવસ-૩૦ માં પોતાના ખર્ચે ખસેડી જમીન મુળ સ્થિતિમાં કરી આપવું તે મતબલનો પ્રિન્સપલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા દાખલા રૂપ ચુકાદો આપેલ હતો.

કેસની વિગતમાં વાદી મે. શાહ ધીરજલાલ પ્રભુદાસની કાું. ભાગીદારી પેઢીએ રાજકોટના રેવન્યુ સર્વે નં. ૪૯૮/ર નાં બીનખેડવાણ પ્લોટસ પૈકી પ્લોટ નં. (ર) ની જમીન ચો.વા.આ. પ૮૩-૩-૦ કે જે રાજકોટના જામનગર રોડ ઉપર જકાતનાકા સામે વૈશાલી વે-બ્રીજની પાછળ આવેલ છે તે જમીન વાદી પેઢીએ પોતાના જોગનાં રજીસ્ટર વેચાણ દસ્તાવેજ અનુ. નં. ર૩૩પ, તા. ૩૧-૦૭-૧૯૬૪ ના રોજથી રાજકોટનાં પટેલ ડાયા દેવશી વિગેરે પાસેથી ખરીદ કરેલ છે અને ત્યારથી સદરહું જમીનનો કબજો, ભોગવટો તેમજ માલીકી હકકી વાદી પેઢીનો આવેલ છે.

સદરહું જમીનમાં પ્રતિવાદી હનીફભાઇ કાસમભાઇ જુણેજાએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, ગેરકાયદેસર રીતે બાંધકામ કરવાનું શરૂ કરેલ હોવાની જાણ વાદીને થતા જેથી વાદીએ રુબરૂ જઇ આવું ગેરકાયદેસરનું કૃત્ય ન કરવા જણાવતા પ્રતિવાદીએ ઉલ્ટાનું ધમકી આપી ખરાબ ભાષાનો પ્રયોગ કરતા વાદીએ તે બાબતે પ્રતિવાદી હનીફભાઇ કાસમભાઇ  તેમના કોઇ નોકર, એજન્ટ, મુખત્યાર, કડીયા, દાડીયા, મજુર કે કોઇપણ વ્યકિત કાસમભાઇ કે તેમના કોઇ નોકર, એજન્ટ, મુખત્યાર કડીયા દાડીયા, મજુર કરે કોઇપણ વ્યકિત સવાલવાળી જમીનમાં કોઇપણ જાતનું બાંધકામ કરે નહીં કે કરાવે નહીં તે મતબલનું કાયમી મનાઇ હુકમનું હુકમનામું વાદીનાં લાભમાં આકારી આપવા તેમજ પ્રતિવાદીએ સવાલવાળી જમીનમાં જે કાંઇપણ બાંધકામ કરેલ હોય તે તમામ બાંધકામ પ્રતિવાદી પોતાના ખર્ચે ખસેડી લઇ સવાલવાળી જમીન મુળ સ્થિતિમાં કરી આપે તે સહિતની દાદો મળવા રાજકોટનાં પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ કોર્ટમાં દાવો દાખલ કરી અરજ ગુજારેલ હતી.

રાજકોટના પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજશ્રી એમ.એસ. દવે મેડમ દ્વારા વાદીનો દાવો મંજુર કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. તેમજ સાથે સાથે પ્રતિવાદી વિરૂધ્ધ દાવાવાળી મીલકતમાં બાંધકામ બાબતે કાયમી મનાઇહુકમ ફરમાવી, પ્રતિવાદીએ દાવાવાળી મિલ્કતમાં જે કાંઇપણ બાંધકામ કરેલ હોય તે તમામ બાંધકામ ગેરકાયદેસરનું ઠરાવી આવું તમામ બાંધકામ પ્રતિવાદીએ દિવસ-૩૦ (ત્રીસ) ની અંદર પોતાના ખર્ચે ખસેડી લઇ દાવાવાળી જમીનને મુળ સ્થિતિમાં કરી આપવી તે મતલબનો સીમાચિન્હરૂપ હુકમ વાદીની તરફેણમાં ફરમાવેલ છે.

આ દાવાનાં કામે વાદી તરફે રાજકોટની લો ફર્મ-ઠકકર લીગલ એડાઇઝરી એન્ડ સોલ્યુશન્સના મિથુનભાઇ એ. ઠક્કર એડવોકેટ તરીકે રોકાયેલ હતા. 

(3:34 pm IST)