Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

શહેરીજનોને રક્ષાબંધનના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા કમલેશ મિરાણી

રાજકોટ,તા. ૨૧:  શહેરીજનોને ભાઈ અને બહેનના સ્નેહના પાવન પર્વ એવા રક્ષાબંધનની શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ભાઈ  અને બહેને સ્નેહના તાંતણે બાંધતો સંબધ એટલે રક્ષાબંધન. ભાઈને હાથે રાખડી બાંધતા પહેલા બહેન તેને કુમકુમ તિલક કરે છે, તે કેવળ ભાઈની મસ્તક પુજા નથી પણ ભાઈના વિચારો પર બુઘ્ધિ અને વિશ્વાસનું દર્શન છે.લક્ષ્મી માતાએ બલીરાજાને રક્ષા બાંધી ત્યારથી રક્ષાબંધનની શરૂઆત થઈ. મહાભારત યુઘ્ધમાં માતા કુંતીએ વીર અભીમન્યુના કાંડે રક્ષા બાંધી હતી. ત્યારે રક્ષાબંધનના પર્વે ભાઈ પણ બહેનની રક્ષા માટે જરૂર પડે તો પોતાનું સવર્સ્વ આપી દેવાની  તૈયારી દર્શાવે છે. ત્યારે શ્રાવણ માસ એ તહેવારોનો માસ ગણાય છે અનેકવિધ તહેવારોની લોકો ઘ્વારા ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.રક્ષાબંધનના પર્વથી સમગ્ર સ્ત્રી સમાજ તરફ ભાઈ પવિત્ર દ્રષ્ટિ, આદરની ભાવનાથી જોવે તેવો મહાન સંદેશ પણ મળે છે. 

ત્યારે આ દિવસ બ્રાહમણો માટે જનોઈ ધારણ કરવાનું પણ પર્વ છે રક્ષાબંધનના દિવસે  ભુદેવો દ્વારા  યજ્ઞોપવિત ધારણ કરાય છે. ત્યારે રક્ષાબંધનના પાવન પર્વની શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી. 

(3:32 pm IST)