Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે એડમીશન પ્રક્રિયા ચાલુ કરોઃ ગરીબ વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે ખાસ જરૂરી

કોરોના કાળ પુરો થયો છે... કોલેજો પણ ચાલુ થઇ છેઃ એનએસયુઆઇનું કલેકટરને આવેદન

એનએસયુઆઇ રાજકોટ એકમે સુત્રોચ્ચાર-દેખાવો સાથે કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ, તા., ૨૧: એનએસયુઆઇ રાજકોટ એકમના પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રાજકોટમાં આવેલ સમરસ હોસ્ટેલમાં એડમીશન પ્રક્રિયા કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે છેલ્લા ર વર્ષથી કોવીડની ગંભીર પરિસ્થિતિ સમગ્ર ભારત અને ગુજરાતમાં છે. આ કોવીડની પરિસ્થિતિમાં સમગ્ર રાજયમાં લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું. આ લોકડાઉનમાં તમામ કોલેજ, છાત્રાલયો અને શાળાઓ પણ સંપુર્ણ બંધ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા ટુંક સમયથી અનલોકની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ અનલોકમાં કોલેજોના તમામ વર્ગો ઓફલાઇન પણ ભણાવવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.

શહેરમાં આવેલી સમરસ હોસ્ટેલ કે સરકારી છે તેમાં ૨૦૦૦ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ ફ્રીમા રહી જમી શકે તેવી સુવિધા સરકારશ્રી દ્વારા આપવામાં આવતી હતી. છેલ્લા બે વર્ષથી સરકાર શ્રી દ્વારા કોવીડ હોસ્પીટલમાં ફેરવવામાં આવી હતી. જે સારી બાબત છે. પણ તે પરિસ્થિતિમાં લોકડાઉનમાં કોલેજો બંધ હોવાના હિસાબે વિદ્યાર્થીઓ નહોતા. જેથી ત્યાં હોસ્પીટલ બનાવવામાં આવી હતી. હાલ અત્યારે તમામ કોલેજો ચાલુ કરી દેવામાં આવી છે અને જે ભુતકાળમાં રહેતા અને નવા બહારગામથી આવેલા વિદ્યાર્થીઓ જેઓ આર્થીક રીતે ગરીબ છે જેને આ સમરસ હોસ્ટલ બંધ હોવાથી ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સરકાર દ્વારા ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે કોવીડની વ્યવસ્થા એટલે કે કોવીડ હોસ્પીટલમાં સમરસ હોસ્ટેલ ફેરવેલ છે. આ હોસ્ટેલ ગરીબ વિદ્યાર્થીઓના હિત માટે બનાવવામાં આવી છે. જેથી અમારી એવી માંગણી છે કે તે હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે એડમીશનની વ્યવસ્થા કરવી જોઇએ ર૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે.

આવેદન દેવામાં એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકી તથા દર્શન શિયાળ, દિગપાલસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, દર્શ બગડા, દેવેન્દ્રસિંહ જાડેજા, માધવ આહીર, પાર્થ ગઢવી, મયુરસિંહ જાડેજા, રોહીત રાઠોડ, કર્મદીપસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ રાણા, આર્યન કનેરીયા, કેવલ પાંભર, રવીરાજસિંહ જાડેજા, ધવલ રાઠોડ, ભવ્ય પટેલ,  વિશ્વજીતસિંહ જાડેજા, મીલન વિશપરા વિગેરે જોડાયા હતા. 

(2:55 pm IST)