Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જયુબેલી બાગ સ્થિત ઐતિહાસિક બેન્ડ સ્ટેન્ડ ખાતે ૧પ૦ સ્કાઉટ ગાઇડ અને એન.એસ.એસ.ના કેડેટો દ્વારા આંતરરષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

રાજકોટ તા. ૨૧ જુન – પ્રાચિન ભારતની સાંસ્કૃતિક ધરોહર એવી અનેક માનવીય સર્વાગી વિકાસની પધ્ધતીઓ આપણા ઋષિમુનિઓ દ્વારા મળેલી આ વિશ્વને અનોખી અને અમુલ્ય ભેટ છે. યોગ અને આયુર્વેદએ આ વિરાસતની મહત્વની બે અણમોલ ભેટ છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ નગરજનોએ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી સામુહિક યોગ અભ્યાસ કર્યો હતો. જે અન્વયે રાજકોટના  ઐતિહાસિક મહત્વ ધરાવતા જયુબેલી બાગ સ્થિત બેન્ડ સ્ટેન્ડ ખાતે રાજકોટની લાલબહાદુર શાસ્ત્રી  વિદ્યાલયની વિદ્યાર્થિનીએા દ્વારા યોગ અભ્યાસ કર્યા હતા. શાળાના આચાર્યશ્રી ભરતસિંહ પરમારના જણાવ્યાનુસાર આ યોગાભ્યાસમાં સ્કાઉટ ગાઇડની ૫૦ અને એન.એસ.એસ. ની ૧૦૦ મળી કુલ ૧૫૦ વિદ્યાર્થીનીઓે યોગ કોચ માધવીબેન મહેતા, મીતાબેન તેરૈયા અને ભુમીબેન અઘારાના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કર્યો હતો.  
બેન્ડ સ્ટેન્ડ ખાતે યોજાયેલ આ યોગાઅભ્યાસનું ખાસ મહત્વ છે. રાજકોટના ઐતીહાસિક મહત્વ ધરાવતા જયુબેલી બાગમાં આવેલ આ બેન્ડસ્ટેન્ડ એ અદભૂત સ્થા૫ત્ય કલાકારીગીરીના નમુના સાથે મહિલા સશકિતકરણનું પ્રિતક પણ છે. ગોંડલના મહારાજા સર ભગવતસીંહજીના ઘર્મપત્ની મહારાણી નંદકુંવરબાએ સમગ્ર કાઠીયાવાડમાં સૌ પ્રથમ મહિલા હતા જેઓએ ઇગ્લેન્ડની મુલાકાત લીધી હતી. તેઓ વતન પરત ફર્યા ત્યારે આજ સ્થળે તેઓનું બેન્ડની સુરાવલીઓ સાથે અભિવાદન કરાયું હતું. આ ઉપરાંત આજ કંમ્પાઉન્ડમાં વર્ષ ૧૮૮૮માં સ્થપાયેલ વોટસન મ્યુઝિયમ આવેલ છે. જયારે વર્ષ ૧૯૪૭માં આઝાદી બાદ રચાયેલ સૌરાષ્ટ્ર રાજયનું રાજકોટ પાટનગર હતું ત્યારે હાલનું અરવીંદભાઇ મણીયાર હોલએ વિધાનસભા ગૃહ હતું. જેમાં સૌરાષ્ટ્ર રાજયના પ્રથમ મુખ્યમંત્રીશ્રી ઉચ્છંગરાય ઢેબરના નેતૃત્વ હેઠળ રાજય સરકાર કાર્યરત હતી.

 

(3:23 pm IST)