Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

એરપોર્ટના રસ્‍તે ટ્રાફિક ડ્રાઇવઃ ૧૬૮ કેસ કરાયા

ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવી, પીઆઇ વાઘેલા અને ટીમની કાર્યવાહીઃ ૯૧૬૦૦નો દંડ વસુલી એક વાહન ડિટેઇન કરાયું

રાજકોટઃ શહેરમાં ટ્રાફિક બ્રાંચ દ્વારા ડ્રાઇવ દરમિયાન એરપોર્ટ જવાના રસ્‍તા પાસે વાહન ચેકીંગ કરી ૧૬૮ એનસી કેસ કરી ૯૧૬૦૦નો દંડ વસુલ કરાયો હતો. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાની સુચના અંતર્ગત ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની આગેવાનીમાં એસીપી ટ્રાફિક જે. બી. ગઢવી અને સાથે પીઆઇ વાઘેલા અને ટીમે ઇન્‍ટરસેપ્‍ટર વેન સાથે આ કામગીરી કરી હતી. આ ડ્રાઇવમાં એક વાહન ડિટેઇન કરવામાં આવ્‍યું હતું.

(4:02 pm IST)