Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

“ઈ-સરકાર” એપ્લીકેશનનો મહત્તમ ઉપયોગ કરીને પેપરલેસ કાર્યવાહી કરવા માટે ભાર મુકતાં નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર

રાજકોટ :સરકારના દરેક વિભાગની સુગમ વહીવટી પ્રક્રિયા થકી જનતાને સરકારી લાભો મળે અને તેમને ઉદ્ધભવતા પ્રશ્નોનું નિરાકણ આવે તે હેતુ આજરોજ નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

        આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરે સિંચાઈ, અન્ન-નાગરિક પુરવઠા, શિક્ષણ, પી.જી.વી.સી.એલ., માર્ગ – મકાન, જમીન સંપાદન સહિતના દરેક વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી. ઉપરાંત પડતર પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા તાકીદ કરી હતી. તેમજ ઉપસ્થિત અધિકારીઓને પોતાની કચેરીઓમાં ઈ-સરકાર એપ્લીકેશનનો મહત્તમ ઉપયોગ કરીને પેપરલેસ કાર્યવાહી કરવા માટે ભાર મુક્યો હતો. 

 આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ.ઠુંમર, ડી.સી.પી. ઝોન – ૧ સજ્જ્નસિંહ પરમાર, ડી.વાય.એસ.પી. ગ્રામ્ય  હિંગળાજદાન રત્નુ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરીયા, જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા અધિકારી અવની હરણ, આર.ટી.ઓ અધિકારી કે.એમ.ખપેડ, સર્વે પ્રાંત અધિકારી અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:42 am IST)