Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

મવડી ટી.પી. ૩૫ માટે હિયરીંગ : મનપાને ૬૧ પ્‍લોટ મળશે

ડ્રાફટ ટી.પી. સ્‍કીમ નં. ૩૫ (મવડી) તૈયારી કરવા જમીન માલીકો સાથે મીટીંગ યોજાઇ : યોજનાની વિસ્‍તૃત માહીતી અપાઇ

રાજકોટ, તા. ર૧ : મનપાની ટી.પી. સ્‍કીમ ન. ૩૫ (મવડી) ને આગળ વધતા આજે મનપાના વેસ્‍ટઝોનમાં જમીન માલીકો સાથે હિયરીંગ  સભા યોજાઇ હતી. મ્‍યુ. કમીશનર અમીત અરોરા, ટાઉનપ્‍લાનીંગ ઓફિસર  એમ.ડી. સાગઠીયાની ઉપસ્‍થિતિમાં આ સભામાં દરખાસ્‍તો અંગે માહિતી અપાઇ હતી  અને વાંધા સુચનો તથા ખાતેદારોને એક મહિનાનો સમય આપવામાં આવ્‍યો છે. 

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  મવડીનાં રેવન્‍યુ સર્વે નં.  ૧૯૪ પૈકી, ૩૦૨ થી ૩૩૪, ૩૩૫પૈકી, ૩૩૭પૈકી, ૩૩૮ થી ૩૪૧, ૩૪૨પૈકી તથા ૩૪૩પૈકી આવરી લેતા વિસ્‍તારો માટે સદરહુ મુસદારૂપ નગર રચના યોજના નં.૩૫-મવડી અધિનિયમની જોગવાઈ મુજબ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. સદરહુ યોજનાની જમીનોની કામચલાઉ દરખાસ્‍તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ ત જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્‍તો અંગે વિસ્‍તૃત સમજુતી આપવામાં આવેલ છે અને એક માસ માટે નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્‍ટી એક્‍ટીવીટી સેન્‍ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્‍યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે. જરૂર જણાયે યોજના અંગેના વાંધા સુચનો સરકારી રાજયપત્રમાં પ્રસિધ્‍ધ થયાની તારીખથી એક માસમાં લેખિતમાં રજુ કરવાનાં રહેશે, જેમાં ગુણવતાના ધોરણે યોગ્‍ય લાગે તેવા ફેરફારો વિચારણામાં લેવાશે. દરમ્‍યાન આજે મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આ મિટિંગ સ્‍થળે મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

યોજનાનો મુસદ્દો તૈયાર થઇ ગયેલ હોઈ નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્‍ટી એક્‍ટીવીટી સેન્‍ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસ જાહેર રજાનાં દિવસો સિવાયનાં દિવસોએ કચેરીનાં સમય દરમ્‍યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.

 આ યોજના વિસ્‍તારમાં કુલ ૪૨ સર્વે નંબર અને ૮૬ મૂળખંડ આવેલ છે, જેની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ ૧૨૦ અને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે ૬૧ મળીને ૧૮૧ અંતિમખંડ બનાવવામાં આવેલ છે

આ સ્‍કીમમાં  એસ.ઈ.ડબલ્‍યુ.એસ.એચ. માટે ૦૯, રહેણાંક વેંચાણ માટે ૦૮, વાણિજય વેંચાણ માટે ૧૧, સોશ્‍યલ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર માટે ૧૪ તેમજ ગાર્ડન/ઓપન સ્‍પેસ/પાર્કિંગ હેતુ માટે ૧૯ પ્‍લોટ્‍સ મળીને કુલ ૬૧ અંતિમખંડોની ૩,૮૬,૮૪૪ ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે.

૨,૨૬,૬૩૨ ચો.મી. જેટલાં ૯ મી., ૧૨ મી., ૧૫ મી., ૧૮ મી., ૨૪ મી.,૩૦ મી.અને ૪૫ મી. પહોળાઈનાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.

 

યોજનાનો હદ વિસ્‍તાર (ચતુર્સીમા)

  •   ઉત્તરે-આખરી નગર રચના યોજના નં.૨૭(મવડી) તથા ૨૮(મવડી)ની હદ તથા સૂચિત    મુ.ન.ર.યો.નં.૩૪(મવડી)ની હદ આવેલ છે.
  •   દક્ષિણે - રૂડા વિસ્‍તારના પાળ ગામનો સીમાડો આવેલ છે.
  •   પૂર્વે- સૂચિત મુ.ન.ર.યો.નં.૩૬(મવડી)ની હદ આવેલ છે.
  •   પશ્ચિમે સૂચિત મુ.ન.ર.યો.નં.૩૪(મવડી)ની હદ તથા રૂડા વિસ્‍તારના પાળ અને જશવંતપુર ગામનો સીમાડો આવેલ છે.
  •   યોજનાનું કુલ ક્ષેત્રફળ ૧૫૩૮૬૧૯ ચો.મી. એટલેકે ૧૫૩.૮૬  હેકટર જેટલું છે

 

કઇ જમીનમાં કેટલી કપાત

  •   સરકારી જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૩૯.૫૪ ટકા
  •   ખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૩૯.૯૯ ટકા
  •   બીનખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૩૯.૧૪ ટકા
  •   સંપૂર્ણ યોજનામાં સરેરાશ કપાતની સરેરાશ ટકાવારી ૩૯.૧૧ ટકા
(4:03 pm IST)