Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

સુનહરી સાંજનું સુપર-ડુપર આયોજન : પદાધિકારીઓ - અધિકારીઓએ વ્‍યવસ્‍થા નિહાળી

બોલીવુડ સીંગર દર્શન રાવલ જમાવટ કરશે : દેશભકિત તથા હિન્‍દી ફિલ્‍મોના ગીતો રજુ કરશે

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા રંગીલા રાજકોટના નગરજનોને જુદાજુદા સાંસ્‍કૃતિક કાર્યક્રમો માણી શકે તેવા આશયથી વખતોવખત જુદાજુદા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જે અંતર્ગત આગામી ૨૬ જાન્‍યુઆરી પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્‍યાએ પ્‍લેબેક સિંગર દર્શન રાવલ પ્રસ્‍તુતᅠ‘‘સુનહરી સાંજ''ᅠકાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે રોજ મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર અને ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, શાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, ડે.કમિશ્નર સી.કે.નંદાણીએ સ્‍થળ મુલાકાત કરી હતી. આ દરમ્‍યાન સુરક્ષા અધિકારી આર.બી. ઝાલા, સિટી એન્‍જીનીયર એચ.એમ. કોટક, ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર, એડી.સિટી એન્‍જીનીયર જીવાણી, આસી.કમિશ્નર હર્ષદભાઈ પટેલ, વાસંતીબેન પ્રજાપતિ, ગાર્ડન વિભાગના ડિરેક્‍ટર ચૌહાણ, આસી.મેનેજર કાથરોટીયા, કૌશિક ઉનાવા એ રેસકોર્ષ ખાતે કવિ રમેશ પારેખ કલા ભવન ખાતે રૂબરૂ સ્‍થળ મુલાકાત લઇ સંબંધક અધિકારીઓ અને જુદા જુદા કોન્‍ટ્રાક્‍ટ ધરાવતી એજન્‍સીઓના પ્રતિનિધિઓ વગેરે સાથે ચર્ચા વિચારણા કરી હતી. દર્શન રાવલ પ્રસ્‍તુત મ્‍યુઝીકલ નાઈટ્‍સ શહેરીજનો વ્‍યવસ્‍થિત માણી શકે તે માટે બેઠક વ્‍યવસ્‍થા, સ્‍ટેજ વ્‍યવસ્‍થા, લાઈટ્‍સ, સાઉન્‍ડ, એલ.ઈ.ડી., સુરક્ષા વગેરે તમામ બાબતોની મેયર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને એજન્‍સીઓ સાથે જરૂરી ચર્ચા કરવામાં આવેલ.

(3:56 pm IST)