Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ નિમિતે શાળામાં ૬૯માં બાલ મહોત્‍સવ

વિવેકાનંદ યુથ કલબનું આયોજનઃ પારેવડી ચોકમાં પુષ્‍પાંજલી

રાજકોટ તા.ર૧ : વિવેકાનંદ યુથ કલબ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ નિમિતે તા.ર૩ના નેતાજીને શ્રદ્ધાંજલી આપવા સવારે ૯ વાગ્‍યે પારેવડી ચોકમાં નેતાજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ તેમજ બપોરના ૩ વાગ્‍યાથી શહેરના અંબાજી કડવા પ્‍લોટ વિસ્‍તારમાં આવેલ શિક્ષણ સમિતિ સંચાલિત ડો. શ્‍યામાપ્રસાદ મુખરજી પ્રાથમીક શાળા નંબર ૬૯ માં નેતાજીના જીવન કથન પર વકતવ્‍ય તેમજ શાળાના છાત્રો માટે બાલ મહોત્‍સવ યોજાયેલ છે.

સંગીત ખુરશી લીંબુ ચમચી, કોળથા દોડ, ઉંધ દોડ, સ્‍લો સાયકલીંગ, ગોળાફેક, ૧૦૦ મીટર દોડ સહિતની સ્‍પર્ધાઓ તા.ર૩ના સોમવારે શાળા નંબર ૬૯ અંબાજી કડવા પ્‍લોટ શેરી નંબર રમાં યોજવામાં આવેલ છે.ે  બાલ મહોત્‍સવમાં ૩૦૦ જેટલા છાત્રો ભાગ લેશે.

કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભા પંડીત, રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશનના સેક્રેટરી અશ્વીનભાઇ  પટેલ, સીનીયર સીટીઝન કાઉન્‍સીલના મનસુખભાઇ ધોળકીયા, સેવાભાવી અગ્રણી મહેન્‍દ્રભાઇ ઓઝા, સ્‍વામીનારાયણ ગુરૂકુળના પ્રિન્‍સીપાલ કિશોરભાઇ દવે, નવરંગ નેચર કલબના અર્જુનભાઇ ડાંગર, સાંદિપની સ્‍કુલના સંચાલક ઉર્વેશભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમ દોશી, હસુભાઇ શાહ, પંકજ રૂપારેલીયા, દિનેશભાઇ ગોવાણી, પરિમલભાઇ જોષી, જયેન્‍દ્રભાઇ મહેતા, વિપુલભાઇ ભટ્ટ, નૈષ્‍ધભાઇ વોરા, મહેશભાઇ વ્‍યાસ, અનિલ ધોળકીયા, જીતુભાઇ ગાંધી, શાળાના પ્રિન્‍સીપાલ વિજયભાઇ ઘાટલીયા અને શાળા પરિવાર કાર્યરત છે.

(3:55 pm IST)