Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

પૂજિત રૃપાણી ટ્રસ્ટ દ્વારા કાલે કાન, નાક, ગળાનો નિઃશુલ્ક નિદાન કેમ્પ

રાજકોટ તા. ૨૧: પુજીત રૃપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનનાં સંયુકત ઉપક્રમે કાલે તા.રર ના રવિવારે સવારે ૯ થી ૧૧-૩૦ વિનામૂલ્યે શ્રવણયંત્ર (હિયરીંગ એઇડ) વિતરણ તથા કાન-નાક-ગળાના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

જે લોકોને કાનમાં બહેરાશ આવી ગઇ હોય, કાનમાં ઓછું સંભળાતું હોય, કાનમાં સાંભળવાનું મશીન લઇ ન શકતા હોય તેવા જરૃરિયાતમંદ દર્દીઓને વહેલા તે પહેલાના ધોરણે વિનામૂલ્યે શ્રવણયંત્ર (બહેરાશમાં ઉપયોગી થતું મશીન) ડોકટરની સલાહ મુજબ વિતરણ કરવામાં આવશે.

કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે થશે.

આ કેમ્પ દરમિયાન જે દર્દીઓને કાન, નાક કે ગળાની નાની મોટી તકલીફો રહેતી હોય, કાકડા વધવા, કાનમાં રસી આવવી, અવાજ બેસી જતો હોય, શરદી રહેતી હોય, નાકમાં મસા રહેતા હોય આવા કોઇપણ રોગોનું નિદાન નામાંકિત ડોકટરો સર્વશ્રી ડો. સુનિલભાઇ મોદી, ડો. જતિનભાઇ મોદી, ડો. નિરવભાઇ મોદી, ડો. દર્શનભાઇ ભટ્ટ, ડો. વિમલભાઇ હેમાણી, ડો. વૈભવભાઇ હાપલિયા દ્વારા કરવામાં આવશે.

જરૃરીયાતમંદ દર્દીઓને પોતાના આરોગ્યની સુખાકારી માટે આ કેમ્પનો લાભ લેવા શ્રી પુજીત રૃપાણી મેમોરિયલ ટ્રસ્ટનાં ચેરમેન શ્રી વિજયભાઇ રૃપાણીએ અપીલ કરી છે.

આ કેમ્પને યશસ્વી બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૃપાણી તથા મહેશભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મેડિકલ કમિટી મેમ્બર્સ ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડો. નયનભાઇ શાહ, ડો. વિભાકરભાઇ વચ્છરાજાની, દિવ્યેશભાઇ અઘેરા, બીપીનભાઇ વસા જહેમત ઉઠાવી રહ્યા છે.

કેમ્પ અંગે વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવિનભાઇ ભટ્ટનો પુજીત રૃપાણી મેમોરીયલ ટ્રસ્ટ, ''કિલ્લોલ'', ૧-મયુરનગર, રાજકોટ મ્યુ. કોર્પોરેશન પૂર્વ ઝોન સામે, ભાવનગર રોડ ખાતે રૃબરૃ અથવા ફોન ૦ર૮૧-ર૭૦૪પ૪પ/ ર૭૦૧૦૯૮ દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે. કેમ્પ આ જ સ્થળે યોજાનાર છે.

(4:20 pm IST)